સરપંચ અશોક ખેર એ ડેમ તળમાં કૂવો ખોદાવી સરકારી ડેમ પર કબ્જો કર્યો ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી
ખેડૂતોના હિતની નીડર નિઃસ્વાર્થ લડત સરકારી ડેમ કોયની માલિકી જાગીર નથી ;!! જાદવ સુભાષ ભાઇ
અકાળા ગીર ડેમના તળમાં કૂવાના મામલે RTI કેસમાં મહત્વપૂર્ણ વળાંક
માથાભારે સરપંચ અશોક ખેર એ કૂવો ગાળી સરકારી ડેમ પર કબ્જો કર્યો,,,,

રાજ્ય માહિતી આયોગે મામલતદારને 7 દિવસમાં માહિતી આપવા આપ્યો આદેશ; ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દે પારદર્શિતાની માંગ
જૂનાગઢ, માળિયા હાટીના તા. 01/07/2026
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામમાં ડેમના તળ વિસ્તારમાં ખોદવામાં આવેલા કૂવાના મુદ્દે માહિતી અધિકાર (RTI) હેઠળ દાખલ થયેલા કેસમાં રાજ્ય માહિતી આયોગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
જાગૃત નાગરિક જાદવ સુભાષભાઈ દ્વારા જણાવ્યા મુજબ, તા. 7 ઓક્ટોબર, 2024ના રોજ મામલતદાર સમક્ષ ડેમના તળ વિસ્તારમાં કથિત રીતે ખોદવામાં આવેલા કૂવા અંગે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદ પર થયેલી કાર્યવાહી, તપાસના અહેવાલ, સંબંધિત નોંધો અને કૂવો કાયદેસર છે કે નહીં તે અંગેની 22/12/2025 ના રોજ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી.
અરજદારના જણાવ્યા મુજબ સમયમર્યાદામાં માહિતી ન મળતાં પ્રથમ અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં સંતોષકારક જવાબ ન મળતાં મામલો રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ સુધી પહોંચ્યો હતો.
તા. 30 જૂન, 2026ના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન રાજ્ય માહિતી આયોગે સંબંધિત મામલતદારને માહિતી ન આપવા અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. સુનાવણી બાદ આયોગે અરજદારને માંગવામાં આવેલી માહિતી 7 દિવસની અંદર ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હોવાનું અરજદારે જણાવ્યું છે. સુનાવણી દરમિયાન આ મુદ્દો જાહેર હિત સાથે સંબંધિત હોવાનું પણ નોંધાયું હતું.
અરજદારનો દાવો છે કે ડેમના તળ વિસ્તારમાં સરકારી જમીન પર ખાનગી કૂવો ખોદવામાં આવ્યો છે અને ત્યાંથી અંદાજે એક કિલોમીટર સુધી સરપંચ પોતાના પ્રાઇવેટ ઉપયોગ ખેતી માટે પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. જો કે, આ દાવાઓ અંગે સંબંધિત સરકારી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર નિવેદન ઉપલબ્ધ થયું નથી.
જાદવ સુભાષભાઈએ જણાવ્યું કે તેમની લડત વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ ખેડૂતોના હિત, સરકારી જમીનના સંરક્ષણ અને વહીવટી પારદર્શિતા માટે છે. તેમણે જણાવ્યું કે માહિતી અધિકાર કાયદાનો હેતુ નાગરિકોને જવાબદારીપૂર્ણ શાસન સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવાનો છે.
હવે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે રાજ્ય માહિતી આયોગના આદેશનું પાલન કરીને સંબંધિત કચેરી 7 દિવસની અંદર માંગેલી માહિતી ઉપલબ્ધ કરાવશે કે નહીં. આ કેસની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.




Subscribe to my channel