Gujarat News હારીજ નગરમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દબદબા ભેર યોજાઈ ગયા…

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
મળતી માહિતી મુજબ જ્યારે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધારેમાં વધારે જાગૃતિ લાવવાના ભાગરૂપે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને અધિકારી ગણ દ્વારા પણ તેમાં પૂરેપૂરો સુર મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પ્રવેશોત્સવના ત્રિ દિવસીય કાર્યક્રમ ની શરૂઆત ના પ્રથમ દિવસે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા સાહેબના અધ્યક્ષ સ્થાને C.D.P.O શ્રીમતી ગૌરીબેન સોલંકી અને સી.આર.સી. કટારીયા ના માર્ગદર્શન હેઠળ પ્રથમ દિવસની ઉગતી સંધ્યાએ સોમનાથ નગર પ્રાથમિક શાળામાં સુંદર રીતે પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં દાતા તરીકે કાયમી સહયોગી એવા શ્રી જનકભાઈ ઠક્કર, રાઘવભાઈ ઠક્કર,એસએમસી અધ્યક્ષ અને સભ્યો, વાલીગણ અને પ્રવેશ પામતા ભૂલકાઓની હાજરીમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની સુંદર શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિસ્તારની સમસ્ત આંગણવાડી બહેનો પણ પોત પોતાની આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને લઈ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના નવીન ભૂલકાઓ અને આંગણવાડીમાં પ્રવેશ પામતા નવીન ભૂલકાઓને વાંચતે ગાજતે સન્માન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને દાતાઓ દ્વારા શિક્ષણ ઉપયોગી ભેટો આપવામાં આવી હતી. કાર્યક્રમને અનુરૂપ ઉદબોદન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આપનું બાળક માત્ર પ્રવેશ પામે એટલું જ નહીં પરંતુ છેક સુધી અભ્યાસ પૂર્ણ કરે. અને તેમાં પારંગત બને. તેમજ હાલના સમયમાં સરકાર દ્વારા અપાઈ રહેલી વિવિધ સ્કીમોનો લાભ પણ લે. તેવો અનુરોધ કર્યો હતો. દાતા શ્રી રાઘવભાઈ ઠક્કર ના માતૃશ્રી તારાબેન અને દાતાશ્રી જનકભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રેરણાદાયી વક્તવ્ય આપતા શાળાની કામગીરીને પણ બિરદાવી હતી.
સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું. તેમજ સફળ એના.મેન્ટ રમેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. અને આભાર વિધિ શાળાના શિક્ષક શ્રીમતી છાયાબા ચાવડા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના શિક્ષક ચંદ્રિકાબેન હાલાણી અને એમ.ડી.એમ. સંચાલક રવિનાબેન પરમાર અને તેમની ટીમે સારી જહેમત ઉઠાવી હતી.




Subscribe to my channel