કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અંગે મહત્વની બેઠક: રાસાયણિક ખાતરમુક્ત ખેતી પર ભાર
કલેક્ટર મિહિર પટેલે પ્રાકૃતિક ખેતીના મિશનને વેગ આપ્યો.

કલેક્ટર મિહિર પટેલે પ્રાકૃતિક ખેતીના મિશનને વેગ આપ્યો.
રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયોને જન-જન સુધી પહોંચાડવા માટે કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની આ બેઠકમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને તેના ફાયદાઓ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ ખેતીમાં રાસાયણિક ખાતરોના આડેધડ વપરાશને ઘટાડવા અને તેના સ્થાને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં વધુ ખેડૂતો આ મિશન સાથે જોડાય અને “ખેતી ખર્ચ ઘટાડી, આવક વધારી” શકે તે માટે ગામે-ગામ સેમિનાર અને માર્ગદર્શન શિબિરો યોજવા તાકીદ કરી હતી.
પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને લોકોને શુદ્ધ આહાર મળી રહે છે, તે વાત પર કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
“પ્રાકૃતિક ખેતી એ માત્ર સમયની જરૂરિયાત નથી, પણ ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ જીવનનો પાયો છે. આપણે સૌએ સાથે મળીને ખેડૂતોને આ સાચી દિશામાં પ્રેરિત કરવાના છે.”



Subscribe to my channel