ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે રામદેવપીર મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે રામદેવપીર મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.
આમ આદમી પાર્ટીના મુખ્ય મહેમાન પદે બ્રિજરાજ સોલંકી ખાસ હાજરી આપી અને તેમની તેજાબી ભાષામાં લોકોને જાગૃત કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. વિશેષમાં જણાવ્યું કે દેશમાં મોદી તેમજ શાહ દ્વારા શાસન ચાલતું નથી. આતો લોકશાહીનો દેશ છે. અને ભારતીય બંધારણ ના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન થી દેશ ચાલે છે જ્યારે વધુમાં જણાવ્યું હતું કે આજે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિન નિમિત્તે પણ તમામ વડીલો આગેવાનો તેમજ તમામ સમાજના વ્યક્તિઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
અને ભારતીય જનતા પાર્ટીના ઉપર ખૂબ જ આકરા પ્રહાર કર્યા હતા. વિશેષમાં જણાવ્યું હતું કે હું મોદીને હિન્દુ માનતો નથી હિન્દુ ત્યારે જ માનીશ કે આ દેશમાંથી ગૌ હત્યા બંધ થશે ત્યારે જ અને આ શાસનમાં ઘણો ભ્રષ્ટાચાર થાય છે તમામ યુવાઓ ને પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે આહવાન કર્યું હતું આ તકે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉમેદવાર તાલુકાના ઉમેદવાર તેમજ ગામના ઘણા લોકો હાજરી આપી અને આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે હાકલ કરી હતી.
આ તકે ખાસ ઉપસ્થિત દેવેન્દ્રભાઈ સોલંકી વિધાનસભા ના ઉમેદવાર આમ આદમી પાર્ટી વિસ્તારના ખાસ હાજરી આપી હતી અને તમામ સમાજના લોકોને શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચારમાંથી ભારત મુક્ત થાય એવી રીતે વિનંતી કરી હતી અને મતદાતાઓને તેમના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો
*અહેવાલ ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ*


Subscribe to my channel