કોડીનાર મિતિયાજ નર્મદા શંકર ત્રંબકલાલ ઠાકર ની માનવતા મહેકાવતી કામગીરી થી આભાર અભિનંદન સરપંચ સુરપાલસિંહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા….

મિતિયાજ સ્મશાન ગૃહ માં સી. સી. કેમેરા ની સુવિધા….

મિતીયાજ ગામના સ્મશાન ગૃહ …. મિતીયાજ સ્મશાન ગૃહ ખાતે લાઈટ ન હોવાથી લોકો ને અગ્નિદાહ દેવા માટે મોટી મુશ્કેલી પડી રહેલ હોય મિતીયાજ ગામના લોકો ની મુશ્કેલી જોઈ મિતીયાજ ગામના સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા નર્મદાશંકર ત્રંબકલાલ ઠાકર દ્વારા મિતીયાજ સ્મશાન ગૃહ ખાતે લાકડા અને સ્ટ્રીટ લાઈટ ફીટ કરવામાં આવી..

મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ સામાજીક કાર્યકર લલિત ભાઇ વાળા જેસિગભાઈ સોસા, નિલેશભાઈ રાઠોડ મોહનભાઈ વાઢેળ, જશવત બારડ , હરેશ વાળા હિંમત સોસા એ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ નર્મદાશંકર ત્રંબકલાલ ઠાકર નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવેલ…
નર્મદા શંકર ત્રંબકલાલ એ સેવાકીય પ્રવૃતિઓ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું તે બદલ દાતા શ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો …
મિતીયાજ સ્મશાન ગૃહ ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કોઈ પણ સ્મશાન ગૃહ મા કોઈપણ વસ્તુ નો ચોરી નો પ્રયાસ કરશે તો પંચાયત ના ધારાધોરણ મુજબ કલમ લગાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની અપીલ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડ સામાજીક કાર્યકર લલિત વાળા દ્વારા કરવામાં આવી.

Subscribe to my channel