ब्रेकिंग न्यूज़

જિજ્ઞેશ મેવાણીની વિધાનસભાની આજની સ્પીચ

જિજ્ઞેશ મેવાણીની વિધાનસભાની આજની સ્પીચ:
તારીખ: ૧૦/૦૯/૨૦૨૫

 

 


  • “મજૂરો જોડે 12 કલાક કામ કરાવતા પહેલા 182 ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં એક મહિનો મજૂરી કરાવવી જોઈએ”

માનનીય અધ્યક્ષશ્રી,
ઘણી વખત એક સવાલ થતો હોય છે કે, આપણે આપણાં નાના ભાઇને, આપણાં દીકરાને, આપણી દીકરીને લોયર બનાવવા માગીએ છીએ, એમબીએ કરાવવા માગીએ છીએ, પાયલોટ બનાવવા માગીએ છીએ, ડોકટર કે એન્જીનીયર બનાવવા માગીએ છીએ. આપણે ઇચ્છીએ કે તેનું એડમિશન બર્કલીમાં થાય, સિંગાપુરમાંથી લો કરે પણ આપણે કોઇ દિવસ એવુ નથી વિચારતા કે, ભાવનગરમાં આપણાં પરિવારનો કોઈ દીકરો ભણ્યો હોય તો આપણે એને એવુ નથી કહેતા કે તું પોલિટેકનીકમાંથી એન્જીનીયર થયો છે તો એક કામ કર અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં લાગી જા. આવો આપણને વિચાર નથી આવતો. મહેસાણામાંથી આપણાં પરિવારનો કોઇ સદસ્ય ભણ્યો હોય અને એન્જીનીયર થયો હોય કડી કલોલની જીઆઈડીસીમાં લાગી જા. ગાંધીનગરમાંથી આઇ.આઇ.ટી.કર્યુ હોય તો એવુ નથી કહેતા કે અડાલજના ઇંટોના ભઠ્ઠામાં જતો રહે. આપણે આપણાં સ્વજનો અને પરિવારના દીકરા-દીકરીઓને મજૂર બનાવવા નથી. પણ, હિસ્ટોરીકલી ડિપ્રાઇવડ સેકશન જે છે, જે દાયકાઓથી, સદીઓથી જે શ્રમિક છે એમની જોડેથી આપણે 12 કલાક કામ લેવું છે?? શેના માટે ?

માનનીય અધ્યક્ષશ્રી, આજ વહેલી પરોઢે એક સ્વપ્નું આવ્યું. એક મજૂર બેઠો બેઠો વિચાર કરતો હતો કે એક રાજય છે, કયુ રાજય છે તે ખબર નથી સ્વપ્નું હતું એટલે. પણ એ રાજયમાં એક વિધાનસભા છે અને તેમાં ૧૮૨ ધારાસભ્યો છે. એ મજૂરને એવો વિચાર આવ્યો કે આ *૧૮૨ ધારાસભ્યોને અડાલજ ઇંટોના ભઠ્ઠામાં એક મહિના સુધી બાર કલાક કામ કરાવ્યું હોય તો ફર્સ્ટ હેન્ડ એકસ્પીરીયન્સ થાય કે શ્રમિક હોવું એટલે શું ?*

માનનીય અધ્યક્ષશ્રી, *ગુજરાતના અને દેશના પુંજીપતિઓ, કોર્પોરેટ કંપનીના માલિકો, ઉદ્યોગપતિઓના પરિવારની બેન-દીકરીઓ, માતાઓને ખાલી એક મહિનો નાઇટ સિફ્ટ કરાવી હોય તો ખબર પડે એક મહિલા માટે ૨૦૨૫ના ગુજરાતમાં અને ભારતમાં આખા ઘરનું કામ કર્યા પછી ફેકટરીમાં નાઇટ પાળી કરવી એટલે શું ?*

આજે આ ગૃહે ખાસ સમજવાની જરૂર છે કે કામના કલાકો આઠ કઇ રીતે થયા ? કામના કલાકો આઠ અચાનક એક દિવસ કોઇને સ્વપ્નું આવ્યુ અને ચાલો આવતીકાલથી આઠ, એવી રીતે નથી થયા. ૧૮૮૬માં શિકાગોમાં દસ મજૂરોએ હડતાળ દરમ્યાન પોતાની છાતી ઉપર બૂલેટ ખાધી હતી – પૂંજીપતિ, ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરતી પોલીસ અને તેમની પ્રાઇવેટ આર્મીની!
અને તેના પગલે લેટીન અમેરીકામાં આખા અમેરીકામાં, યુરોપમાં આખી દુનિયામાં શ્રમજીવીઓના સંગઠનો તેજ બન્યાં, ટ્રેડ યુનિયનો બન્યાં, આખી દુનિયામાં ઝંઝાવત થયો, મજૂર આંદોલનો, શ્રમજીવીઓની ચળવળ આખી માનવ સભ્યતાના ત્રીજા ભાગની દુનિયાને ડોમીનેટ કરતી હતી. પુંજીવાદ આવશે કે દુનિયામાં કે સમાજવાદ આવશે ? – એવી એક ડિબેટ આખી દુનિયામાં ચાલી. મુદ્દે, ૧૮૮૬ની શિકાગોની એ હડતાળમાં જે મજૂરે ગોળી ખાધી તેના પછી કલેકટીવલી મેન કાઇન્ડ તરીકે આપણે નિર્ણય કર્યો કે આઠ કલાક શ્રમના, આઠ કલાક જીવન જીવવાના આનંદ પ્રમોદના અને આઠ કલાક સુવા માટેના.

આ નિર્ણય અચાનક એક દિવસમાં નથી થયો. અનેક લોકોની તપસ્યા છે, અનેક શ્રમજીવીઓનો ભોગ લેવાયો, અનેક મજૂરોએ આમાં પોતાના બલિદાન આપ્યાં છે. ટ્રેડ યુનિયન્સના લીડરોએ આખી જીંદગી આમાં હોમી નાખી ત્યારે આખી દુનિયાને કામના કલાકો ૮ મળ્યાં. આજે શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબને પણ નિયમ પ્રમાણે તો ૮ કલાક જ કામ કરવાનું એ નક્કી થયું મજૂરોએ સંઘર્ષો કરી ગોળીઓ ખાધી એના કારણે.
માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતીમાં શબ્દ છે, ‘ પારોઠના પગલાં’ બેકવર્ડ જવું. યુરોપિયન કન્ટ્રીઝમાં એવી ડિબેટ ચાલી રહી છે કે સોમથી શુક્ર જ કામ કરીશું અને એ પણ ફકત ૬ કલાક પ્રતિદિન અને કામના સ્થળે ટેબલ ઉપર ઝોકું આવે તો એના માલિક અને મેનેજરે ‘તું’ નહીં કહેવાનું. અને ‘ તું’ ની અંદર છણકો હોય તો ઓફેન્સ દાખલ થાય. આ એક દુનિયા છે. અને આપણે ત્યાં 12 કલાક ?? શું આનાથી વિશ્વ ફલક પર ગુજરાતની શાખ વધશે? કામના કલાકો ઘટે તો શાખ વધે કે કામના કલાકો વધે તો શાખ વધે? ૧૯૧૯માં ભારત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું સદસ્ય બન્યું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આખી દુનિયાની શ્રમજીવી ચળવળને એકત્રિત કરી, સંગઠિત કરી. એ સંગઠનમાં ભારત એક રાષ્ટ્ર તરીકે સદસ્ય છે. એ ઇન્ટરનેશનલ ટ્રીટી આપણને લાગું પડે છે. એ ટ્રીટીનું કુંડાળું આપણે એક રાષ્ટ્ર તરીકે તોડી શકતા નથી. એ ટ્રીટીની અંદર આપણે ચોક્કસ પ્રકારના કમિટમેન્ટ આપ્યાં છે. આપણે ત્યાં બાહેંધરી આપી છે કે અમારા દેશમાં કામનાં કલાકો 8 જ રહેશે.

મંત્રીશ્રીએ કહ્યું, હું એમના પૂરા સન્માન સાથે કહ્યું છું બી.આર. આંબેડકર બંધારણના ઘડવૈયા બન્યા એ પહેલાં તા. ૨૭-૧૧-૧૯૪૨ની લેબર કોન્ફરન્સમાં એમણે કહ્યું હતું કે જે પ્રમાણેનો આકરો તાપ ભારતમાં પડે છે, પૃથ્વીના પટ્ટ ઉપર આપણું જે જિઓગ્રાફિકલ લોકેશન છે, જે પ્રકારની ગરમી ભારતમાં પડે છે ત્યાં કોઇપણ સંજોગોમાં 8 કલાકથી વધુ માણસ કામ કરી જ શકે નહીં. ૨૦૨૧માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને એક અહેવાલ, એક સ્ટડી બહાર પાડ્યો. છે. આ *સ્ટડીના કહેવા મુજબ શ્રમિકો પાસે આઠથી વધારે કામના કલાકો કામ કરાવતા જતા છેલ્લા પાંચ વર્ષમાં આખી દુનિયામાં ૭.૪૪ લાખ મજૂરોના મોત થયા છે.*

માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શ્રમ મંત્રીશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે 8 કલાકથી વધુ કામ કરવા બદલ દુનિયા ભરમાં ૭.૪૪ લાખ મજૂરો મરી ગયા છે ત્યારે આપણે મજૂરો જોડે 12 કલાક કામ કરાવવા વાળો કાયદો કેમ લાવ્યા છીએ? હું હાથ જોડું છું કે આ કાયદો ન લાવો. મને માફ કરશો પણ હું કહેવા માંગુ છું કે આનાથી ગુજરાતની શાખ વધશે નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ કહ્યું હતું, પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના, ખેડૂતના, ખાણીયાના. આપણા માથે જે ડોમ છે, તે ફકત મકાન કે બાંધકામ નથી. આ દાહોદ, ગોધરા અને પંચમહાલના કડિયા-મજૂરોનો લોહીનો અને પરસેવો છે. આ જે માઇક પરથી બોલું છું, આજે મે જે શર્ટ પહેર્યો છે, જે કાંડા ઘડિયાળ પહેરી છે, આજે જે સ્ક્રીન મારા અને તમારા ટેબલ પર છે એ કોઇક મજૂરનો પરસેવો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના શ્રમમંત્રી અને વડગામના ધારાસભ્ય આ ત્રણેયનો પગાર સરકારની તિજોરીમાંથી થાય છે. સરકારની તિજોરીમાં જનતાના ટેક્સનો પૈસો આવે છે. ટેક્સ દરેક વસ્તુના નિર્માણમાં કપાય. દરેક વસ્તુનું ઉત્પાદન થાય છે મજૂર દ્રારા. એટલે કે, નરોડા અને ઓઢવ જી.આઇ.ડી.સી.ની કેમિકલની ફેકટરીમાં કે અડાલજના ઇંટોના ભઠ્ઠામાં કે અમદાવાદના અખબારનગરની કોઇ કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂર કાળી મજૂરી કરી પોતાની જાત નીચોવે નહીં તો આપણો તો પગાર જ ન થાય. આટલો બધો શ્રમજીવીઓનો આપણા ઉપર ઉપકાર છે. શા માટે મહિલાઓને રાત પાળીમાં કામ કરાવવાની જરૂર છે? હમણાં એક આંકડો જોતો હતો તો ચારમાંથી એક મહિલા કામના સ્થળ ઉપર સેક્સુઅલ હેરેસ્ટમેન્ટનો ભોગ બને છે. ૩૫ ટકા ફેકટરીઓમાં એવી કોઇ સગવડતા નથી કે સેફ્ટી સાથે મહિલાને એના ઘેર પાછી મોકલવામાં આવે ઇલાબેનની સંસ્થા સેવાનો સને ર૦૨૪નો લેટેસ્ટ રિપોર્ટ છે, ઇન્ટર્નલ કમિટી હોય, સેક્સુઅલ હેરેસ્ટમેન્ટ થાય છે કે કેમ? વિશાખાની ગાઇડલાઇન સુપ્રીમકોર્ટે આપી. ૧ર ટકા કિસ્સામાં જ છે. ૬૮ ટકા મહિલાઓને હેલ્થના ઇસ્યુ શ્રમ કરવા બદલ જોવા મળ્યા છે.

માનનીય અધ્યક્ષશ્રી,
હું બિલ ઉપર મારી વાત રજૂ કરતો હતો. આ બિલ રજૂ થયું એ પૂર્વે એક ઓર્ડિનન્સ જૂન-જુલાઇ ૨૦૨૫માં આવ્યું હતું કોવિડના સમયમાં. ૨૦૨૦માં આ બિલમાં જે કંન્ટેઇન્સ છે એ સાથેનું નોટિફિકેશન આવ્યું હતું. નોટિફિકેશનને કેટલાક શ્રમજીવી સંગઠનોએ સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યું કે આ પ્રમાણે તમે શ્રમિકો પાસેથી ૮ ના બદલે ૧૨ કલાક કામ ના લઇ શકો. કોવિડના સમયમાં શા માટે આવું નોટિફિકેશન બહાર પાડવું પડ્યું? તો એની અંદરના કારણમાં એવું લખેલું કે બહુ સિરિયસ પ્રકારની પબ્લિક ઇમરજન્સી ઊભી થઇ છે. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક્સપ્લેઇન કરોપબ્લિક ઈમરજનસી ઊભી થઈ છે? આપણી પાસે આપવા માટે જવાબ નહોતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કોવિડ કે પેન્ડેમિકના કારણે અર્થતંત્ર નુકસાનીમાં હોય ત્યારે એની વસુલાત, ઇકોનોમિક લોસની ભરપાઇ એ શ્રમિકોના કમજોર નબળા ખભા ઉપર તમે બોઝ લાદીને ના કરી શકો. આ સુપ્રીમ કોર્ટનું તારણ હતું. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે કોરોનાનો સમય છે બહુ બધી ફેકટરીમાં સટડાઉન છે, લોકોને કામ મળી રહ્યું નથી. આ સમયે મજૂરોનો બાર્ગેનીંગ પાવર ઓછો છે. મજૂરોનો બાર્ગેનીંગ ઓછો હોય એ સંજોગોમાં તમે અર્થતંત્રની ગાડી પાટે લાવવાના નામે આવું નોટિફિકેશન ના કરી શકો..સુપ્રીમ કોર્ટનું બીજું અવલોકન એવું હતું કે હ્યુમન વર્કિંગ કન્ડીશન એટલે કે જ્યાં માનવી ગૌરવ શ્રમજીવીનું જળવાય એ રીતે કામ કરાવવાની ફેક્ટરી માલિકોની જે જવાબદારી છે એમાંથી તમે એમને બચાવી શકો નહિ!

એવી ત્રીજું તારણ એ હતું કે, ફેકટરીઝ એક્ટમાં હ્યુમન એમ્બીસન પરિસ્થિતિમાં તમારે કામ લેવાનું છે. ભારતના બંધારણના આર્ટીકલ ૨૧ રાઇટ ટુ લાઇફ એટલે જીવન જીવવાનો અધિકાર નહીં પણ લાઇફ વીથ ડીગ્નીટી ગૌરવપૂર્વક જીવન જીવવાનું અને ગૌરવપૂર્વક પ્રતયેક ભારતવાસીને જીવન જીવવાનો અધિકાર છે. એટલે ફેક્ટરીનો માલિક, પૂંજીપતિ કે ઉદ્યોગપતિ શ્રમિકને જે જગ્યાએ કામે રોકે છે એ કામની જગ્યાની વર્કિંગ કન્ડીશન એ માનવીય હોવી જોઇએ. એવું પ્રોટેક્શન ફેકટરીઝ એક્ટમાં મળેલું છે. એના પાસેથી તમે ૮ થી વધુ કલાક કામ લ્યો છો તો ઓવરટાઇમ આપવો પડે છે. આ બંને જોગગવાઇઓથી તમે થી વધુ ! માલિકોને બચાવી શકો નહીં અને સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે આ નોટિફિકેશનને સ્ટ્રક ડાઉન કે રદબાતલ કરતી વખતે અત્યારે રાષ્ટ્રની સુરક્ષાનો કોઇ ખતરો કે કોઇ એકસ્ટ્રા ઓર્ડિનરી ક્રાઇસિસ ઊભી થઇ હોય એવા કોઇ સંજોગો નથી. આવા સમયે આવું નોટિફિકેશન શ્રમિકોની વિરુદ્ધમાં લઇને આવવું એ ગેરબંધારણીય છે. એટલે સુપ્રીમ કોર્ટે એ નોટિફિકેશનને દૂર કર્યું. એના પછી સરકાર ઓર્ડીનન્સ લઇને આવી અને હમણાં આ બિલ આવ્યું. મારું આ સન્માનનીય ગૃહને એવું કહેવાનું છે કે, પેલો જે ૭.૪૪ લાખનો આંકડો જે આવ્યો એના સિવાય અત્યારે ઘણાં બધા લેટેસ્ટ સ્ટડી થઇ રહ્યાં છે. બહુ જ બધા કોવિડ પછીના સમયમાં આપણે જોઇએ તો ૨૦થી ૨૫ વર્ષની ઉંમરમાં આજથી ૧૫ વર્ષ પૂર્વે આપણે એવું કોઇ દિવસ જોયું કે સાંભળ્યું નહોતું કે ૨૨ વર્ષના છોકરાને કાર્ડિઆક એરેસ્ટ થઇ હોય. ૨૦-૨૨ કે ૨૫ વર્ષના છોકરાને હાર્ટએટેક આવતો હોય છે એવું સાંભળ્યું ન હતું. એની ઉપર કેટલાક લોકોએ કામ કર્યું અને હમણાં એક એવો સ્ટડી બહાર આવેલો છે કે આજની જે ઇન્ટાગ્રામ જનરેશન છે, બહુ બધો વર્ગ રાત્રે ૧૦ થી ૧ વાગ્યા સુધી સોશિયલ મિડિયામાં બહુ એક્ટિવ રહે છે. એટલે ૮ કલાક પુરતી ઊંઘ મળતી હોતી નથી. એ પણ એક કાર્ડિઆક એરેસ્ટનું મોટું કારણ છે. આ જે ૭.૪૪ લાખ શ્રમિકોના મૃત્યુનો આંકડો વિશ્વ આરોગ્ય સંસ્થા અને આઇ.એલ.ઓ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આપ્યો એ ૭.૪૪ લાખ શ્રમિકોના મૃત્યુ પાછળનું મોટાભાગનું કારણ એ છે કે જ્યારે કામના કલાકો વધારે લેવામાં આવે છે ત્યારે માણસને પર્યાપ્ત ઉંઘ મળતી નથી. હવે ધારો કે ૧૨ કલાકની માનયતા મળી ગઇ. હું ખેરાલું કે સતલાસણાનો શ્રમિક છું. કડી-કલોલની ફેકટરીમાં આવું છું. મારા જવા-આવવાના ટ્રાન્સપોર્ટેશનમાં દોઢ કલાક થઇ જાય છે. ૧૨ કલાક મેં કામ કર્યું છે. મારી જોડે વાહનની વ્યવસથા ના હોય તો કદાચ મારે સરકારી ટ્રાન્સપોર્ટેશન વાપરવું પડે. ફેકટરીમાં કામ પત્યું અને બીજી સેકંન્ડે બહાર આવીને ચા-પાણી માટે અડધો કલાક ટાઇમ ટાઇમ સ્પેન્ડ કરે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે માણસ લગભગ ફેકટરી અને જવા-આવવામાં એના 5 છે.

તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે માણસ ફકત સુવા માટે જ ઘરે જઇ શકે. . એના સિવાય એને બહુ અનુકૂળતા ના રહી શકે. આપણા દેશમાં ગ્લાસની ફેકટરીઓ હોય છે, કંસ્ટ્રકશનની સાઇટ, ઇંટોના ભઠ્ઠા આ બધી સાઇડ મેં ધારાસભ્ય બન્યો એ પૂર્વે ટ્રેડ યુનિયન એકટીવીસ્ટ તરીકે કામ કર્યુ છે. થોડો ઘણો લેબર લો પ્રેકટીસ પણ કર્યો છે. હવે લેબર લો માં એક થોડા સમય પૂર્વે એવો સુધારો થયો કે ૩૦૦ થી વધુ કામદારો હોય તોજ માલિકે એ ફેકટરીને બંધ કરતા કે શ્રમિકને કાઢતા સરકારને પૂછવાનું, ધારો કે કોઇ ફેકટરીમાં એનાથી ઓછા કામદારો છે, હવે આ જે બિલ છે એમાં એવી પ્રોવિઝન કરી છે કે માલિકે સંમતિ મેળવવાની, આપણા દેશમાં જે પ્રમાણેનું લેબર સરપ્લસ છે, એક હજાર મજૂરોની ધારો કે બરોડામાં જરૂર હોય તો દસ હજાર મજૂરો ઉપલબ્ધ છે, લાખ મજૂરોની જરૂર બિહારમાં એક લાખ મજૂરોની જરૂર હોય, પંદર વીસ લાખ ઉપલબ્ધ છે, મહારાષ્ટ્રમાં મારે ફેકટરીના માલિકોને, હોય તો પચ્ચીસ લાખ ઉપલબ્ધ છે. આટલું મોટું સરપ્લસ જયારે ઉદ્યોગપતિઓને, પૂંજીપતિ વર્ગને શ્રમિકની ગરજ આ દેશમાં રહેતી કહે કે ના સાહેબ હું મંજૂરી નથી આપતો, બાર કલાક મારી પાસેથી તમે કામ ના લેશો, આપણા ફેકટરીઝ એકટમાં, એમેન્ડમેન્ટમાં જે પ્રપોઝલ છે એ સંમતિનો છે પણ કયો કેકટરીનો મજૂર ના પાડી શકવાનો? કોણ ના પાડે કે ના હું કામ નહીં કરી શકું? હાયર એન્ડ ફાયર? ઓ.કે. ના કરવું હોય તો કાલથી ના આવેતો. ના પાડી દે એટલે પેલો માણસ નોકરીમાંથી બેદખલ થઇ ગયો. નોકરીમાંથી બેદખલ થઇ ગયો. રેટ્રિન્જમેંન્ટનો..અં…નો લેબર કોર્ટમાં કેસ મૂકે, મેં થોડી ઘણી લેબર પ્રેકટીસ કરી છે, પંદર વર્ષે ૨ ચૂકાદો ના આવે એટલે જયારે લેબર લો માં ૩૦૦ દિવસથી વધારે મજૂરોની ફેકટરીમાં સરકારને પૂછવાનું નથી રહેતું એ પ્રોવિઝન ઓલરેડી બની ગયું છે ત્યારે ૧ર કલાક કામની જે પણ મજૂરે ના પાડી એને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવે છે. બીજું બહુ મહત્વનો મુદ્દો, જે વર્કીંગ કન્ડીશનની વાત કરી, સીલીકોસીસની જે બિમારી અકીકના કામદારોમાં થતી હોય છે, ગ્લાસ ફેકટરીમાં, સુરેન્દનગરમાં, સાપર વેરાવળમાં, રાજકોટમાં, ચરોતરના બેલ્ટમાં આ બધા શ્રમિકોનો કોઇ સ્ટડી કે અભ્યાસ આપણે લગભગ કરાવતા જ નથી. બહુ દુઃખ સાથે કહું છું. સુપ્રિમ કોર્ટે જે નોટીફીકેશન કાઢી નાખ્યું એના ઓર્ડરના છેલ્લા પેરેગ્રાફમાં એવું લખ્યું હતું કે આ નોટીફીકેશન તો સ્ટ્રડાઉન કરીએ છીએ, કાઢીએ છીએ પણ આ નોટીફીકેશન ઇશ્યુ થયું અને સુપ્રિમ કોર્ટ ચૂકાદો આપી રહ્યું છે એ સમયગાળા દરમિયાન જેટલા શ્રમિકો પાસે તમે ઓવરટાઇમ કરાવ્યો, ૧ર કલાક કામ કર્યુ એ બધા લોકોને ઓવરટાઇમનું ચૂકવણું કરો, મારી આ સન્માનનીય ગૃહમાં માનનીય મંત્રીશ્રીને વિનંતી છે, મારી વાતને રીસ્પોન્ડ કરે ત્યારે સુપ્રિમ કોર્ટના સન ૨૦૨૦ના એ ચૂકાદાના અન્વયે આપણા ફેકટરી ઇન્સ્પેકટરોએ જેટલો ઓવરટાઇમ ચૂકવાયો હોય, કેટલા લોકોને ચૂકવ્યો એ ગૃહ સમક્ષ રજૂ કરે, બહુ રીસ્પેકટફુલી એમને કહું છું. ૧૮૦ જેટલા વર્ગ-૧ અને વર્ગ-રના ફેકટરી ઇન્સ્પેકટરોની રીકવાર્યમેન્ટ સામે મારી જાણકારી પ્રમાણે સબજેકટ ટુ કરેકશન ૭૦ કે ૮૦ ફેકટરી ઇન્સ્પેકટરજ છે. હમણાં અમદાવાદ સરકીટ હાઉસમાં રોકાયો છું, સવારે અહીંયા આવતા ગીફટ સીટીની ફરતે જે કંસ્ટ્રકશન થઇ રહ્યું છે, હું જોતો હતો કોઇપણ જગ્યાએ નેટ છે જ નહીં. ગીફટ સીટીની ફરતેના એરીયામાં મારી ગાડી નીકળી, રસ્તામાં ડાબે જમણે કંસ્ટ્રકશનની સાઇડો હું જોતો જોતો આવ્યો, વડગામમાં પણ જઉ અને હું પાલનપુર સરકીટ હાઉસમાં રોકાઉ ત્યારે આબુ રોડ ઉપર રપ વખત કલેકટરોને કીધું હશે, ઇન્ડસ્ટ્રીયલ સેફટીના કોઇ નોર્મ્સનું પાલન જ થતું નથી. આપણી પાસે ફેકટરી ઇન્સ્પેકટરો નથી. દરેક સરકીટ હાઉસમાં રોકાઉ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢમાં બધી જગ્યાએ જે પણ ત્યાં કર્મચારી ચા લઇને આવે એમને પૂછું કે શું નામ બેટા તારું? તો કહે કે સો એન્ડ સો. કેટલો પગાર મળે? તો કહે કે આઠ હજાર. નવ હજાર. ત્યાંથી લેબર કમિશ્રરને કોન કર કર કરું. અનંતકાળ સુધી ફોન ચાલુ રહે છે. હમણાં વિધાનસભાના કામથી માનનીય મુખ્યમંત્રીશ્રીને ગયો, આજ સન્માનનીય ગૃહમાં ગયા સત્રમાં શ્રમ અને રોજગારમાંહ ઓફિસના કર્મચારીઓને લધુત્તમ વેતન મળતું નથી, સેલરી સ મળવા ગયા મહિને હતો કે ચીફ મીનીસ્ટર સાહેબની મળતી નથી. હમણાં મહીના પૂર્વે પણ કરી લીફટમેનને પૂછયું, ત્યાં પણ સેલરી સ્લીપ મળતી નથી, માનનીય મંત્રીશ્રીને વ્યકિતગત નથી કહેતો, આપણા લેબર વિભાગની ઓવર ઓલ જે કમીટમેન્ટ અને કન્સેન હોવી જોઇએ કે મારો સેલરી જે શ્રમજીવીના પરસેવાને કારણે થાય છે એને લધુત્તમ વેતન પણ બૈ? એને સેલરી સ્લીપ પણ ના મળે? એનું પી.એફ. પણ ના કપાય અને પી.એફ. અને લધુત્તમ વેતનની માગણી કરે, અમદાવાદ સરકીટ હાઉસમાં જે કર્મચારીઓને મેં યુનિયનાઇઝ કર્યા, એમના “રજૂઆત કરી, એમણે કીધું કે જીજ્ઞેશભાઇ, બધાને લઘુત્તમ વેતન અપાવી દઇશું, પી.એફ. અપાવી દઇશું, સેલરી સ્લીપ અપાવી દઇશું, આપી દીધું, બે મહિના પછી બધાને કાઢી મૂકયા, જાવ લેબર કોર્ટમાં લડી લો. મારે તો બહુ દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે આ સરકીટ હાઉસમાં કોણ રોકાતું હોય છે? મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર, એસ.પી., ડી.વાય.એસ.પી., એમ.પી., એમ.એલ.એ, મીનીસ્ટર એકસ એમ.પી. એકસ મિનિસ્ટર, આપણા જીવનની કન્સન જ ન હોય? કે મારા સરકીટ હાઉસના વોશરૂમના ટોઇલેટમાં જે છોકરો ફીનાઇલ નાખવા. આવે છે જે મારા માટે ચાલીને આવે છે જે મારા માટે ટાંપુ કરે છે. જે મારા ઓશીકાનું કવર બદલે છે. એના જીવન સાથે આપણે કોઇ નિસ્બત જ નહીં? ત્યાં સુધી કે શ્રમ અને રોજગારની કચેરીમાં થોડા વર્ષો સુધી મીનીમમ વેજ નહોતો મળતો તો આટલી ભયંકર પરિસ્થિતિ હોય શ્રમજીવીની તો આપણે કોની પાસે ૧૨ કલાક કામ કરાવવા માગીએ છીએ? એ જે ચાલીમાં રહે છે, જે ગામડામાં વસે છે? જે ઝુંપડપટ્ટીમાં રહે છે, જે આંબેડકર કે સરદાર આવાસનું ફોર્મ ભરીને બેઠો છે. જે ૧૦૦ ચોરસવારના પ્લોટની માંગણી કરે છે? જેની પત્ની અને દીકરી એનીમીક છે? જેનું બાળક અને ભાઇ કુપોષિત છે? આ ચાલી, ઝુંપડપટ્ટી શ્રમજીવી વિસ્તારમાં રહેતા કુપોષિત, એનીમીક દાડીયાઓની જોડે ૧ર કલાક કામ કરીને શું રાજયનો એવો ઇકોનોમીક પ્રોગ્રેસ આપણે કરી દેવાના નીતિઓથી અનેક પ્રકારના વૈચારિક મતભેદ હોવાછતાં હું માનું છું કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ લાંબો ઇતિહાસ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને વેગ મળે, આ ગ્રાઉન્ડ, આ એમેડમેન્ટમાં આપણે આગળ વધ્યા. અને રાજય સરકારની ઓવરટાઈમ જાડે ઓર્ડીનન્સ ઇશ્યૂ કર્યુ ત્યારે જુદુ કારણ રજૂ કરેલુ હતું. નોટીફીકેશનમાં નોટીફીકેશનમાં એવું કીધેલું કે પબ્લીક ઇમરજન્સી છે. સ્ટેટની સીકયોરીટીનો ફેડ છે. એ કારણ બદલાઇ ગયું અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે શ્રમજીવીનું શોષણ એ કોઇ પૂર્વ શરત તો ન હોઇ શકેને? શ્રમજીવી જોડે ૧ર કલાક કામ લેવું? ઓલરેડી જે લોકો ૮ કલાકના બદલે ૧૨ કલાક કરે છે અને એને મળતો. જે લોકો નિયમ પ્રમાણે ૮ કલાકનું પેમેન્ટ કરવા ફેકટરીના માલિક પૂંજીપતિઓ બંધાયેલા છે. પણ કોઇ ૮ કલાક કામ નથી લેતું, ૯-૯, ૧૦-૧૦, ૧૨-૧૨ કલાક એની જોડે કામ લે છે એ બિચારા નથી બોલી શકતા. ઇવન આપણી સરકારી કચેરીઓમાં પણ હું ધારોકે છે એ બિચારા એસ.ડી.એમ. હોઉં અને મેં કોઇ સફાઇ કર્મીને કીધું કે બીજા બે કલાક રોકાજે. એ બિચારો માણસ કઇ રીતે ના પાડવાનો છે? એટલે ૧૨ કલાક જો રેકર્ડ ઉપર થયા તો એની જોડે ૧૩ કલાક, ૧૪ કલાક કરાવે એની કોઇ પર્સનલ લાઇફ જ ન રહે અને બહુ જ સિવિયર ચાન્સીસ કાર્ડીયાર્ક એરેસ્ટથી લઇને અન્ય પ્રકારની બીમારી લાગુ પડે. મેં એક સેવા સંસ્થાનો રિપોર્ટ જોયો એ સંસ્થાના રિપોર્ટમાં તો એમ કીધું કે લગભગ ૬૫ થી ૬૮ ટકા બહેનોને બેકપેઇનથી લઇને શોલ્ડરપેઇન જેવી અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે વર્કપ્લેસમાં તો આપણા દેશમાં મહિલાઓ, બહેનો પોતાના ઘરે પણ રાતદિવસ કામ કરતી હોય છે. મારી મમ્મીએ ૩૫-૩૭ વર્ષ બી.એસ.એન.એલ.માં જોબ કરી. મેં બહુ નજીકથી જોઇ છે. ૮ કલાક બી.એસ.એન.એલ.માં જોબ કર્યા પછી ઘરની રસોઇથી બચી નથી શકતી મહિલા. આપણે પુરુષો એ શ્રમમાં કેટલું યોગદાન આપીએ છીએ એ આપણે જાણીએ છીએ. આ બીલની અંદર એવું કીધું કે સ્ત્રીઓની સમાનતા, સ્ત્રીઓની સમાનતા માટે તો અનેક રસ્તા છે.

ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જેટલું ઉત્પાદન થાય છે ધારોકે ૧૦૦ કોમોડીટીનું નિર્માણ થાય એ ૧૦૦ કોમોડીટીના નિર્માણમાં ધારોકે ૧૦૦ કલાક માનવશ્રમ ગયા. એ ૧૦૦ કલાકના માનવ શ્રમમાંથી પપ કલાક મહિલાઓના આવે છે પણ જયારે પ્રોપર્ટીની ઓનરશીપની વાત આવે ત્યારે ૩ ટકા છે એક્રોસેબલ. આપણે બધા જ ભારત માતા કી જય બોલીએ છીએ પણ સ્ત્રીઓને વારસામાં મિલકત આપવાની આવે ત્યારે આપણે બધા પુરુષ થઇ જઇએ છીએ. તો આ સ્ત્રીઓને આપણે શા માટે ફેકટરીમાં ૧૨ કલાક કામ કરાવીએ? હું આ બીલનો વિરોધ કરું છું અને મંત્રીશ્રીને હાથ જોડીને વિનંતી કરીશ, હું ફરી આ સન્માનનીય ગૃહમાં વિનંતી કરું છું પ્લીઝ, આના મુદ્દે બહુ સીરીયસ ફેર વિચારણા કરવાની જરૂર છે. આ બિલકુલ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. આનાથી ગુજરાતની શાખ ઉજળી નહીં થાય. ઇકોનોમીક અપલીપ્ટમેન્ટ માટેના અન્ય બીજા રસ્તા આપણે વિચારી જ શકીએ છીએ. લેન્ડ રીફોર્મ્સ કરો. આખા ગુજરાતના ગરીબ, જમીન વિહોણા લોકોને જમીનોની ફાળવણી કરો. જે તાલુકા, જિલ્લા કક્ષાએ જી.આઇ.ડી.સી.ના યુનિટસ નથી ત્યાં જી.આઇ.ડી.સી.ના યુનિટસ ઉભા કરીએ. જેની પાસે સ્ટાર્ટઅપના બ્રિલીયન્ટ આઇડીયા છે એ લોકોને કેશ ક્રેડીટ આપીએ, એન્ટરપ્રીનીયોર્સને આઇડેન્ટીફાઇ કરીએ. આખા ગુજરાતમાંથી એમને સપોર્ટ કરીએ. ગુજરાતમાં બીજા રાજયોની તુલનામાં ઘણુ ઇન્ડસ્ટ્રીયલ મૂડીરોકાણ પણ પણ થયું છે. એટલે ઔદ્યોગિક વિકાસને વેગ ફકત ફેકટરી એકટના અમેડમેન્ટથી જ મળે ૧ર કલાક શ્રમિકો જોડે કામ કરાવવાથી મળે એવું હું માનતો નથી એટલે આશા રાખું છું કે રાજયની સરકાર આ મુદ્દે ફેર

વિચારણા કરશે અને છેલ્લે મારા પ્રિય કવિ મરીઝનો શેર છે,

ગરીબોના જીવનમાં, પૂંજીપતિઓના નહીં,

ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યારબ,
કે મરણનું ઘૂંટ પી લે એનું લોહી ચૂસનારાઓ!

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Check Also
Close
Back to top button