ब्रेकिंग न्यूज़
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર અને ધૂળીયો બનતા વાહન ચાલકો માટે મુશ્કેલરૂપ બની ગયો છે,અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયો બનતા વાહનચાલકોની હાલત કફોડી બની છે.આ માર્ગ પર ઊડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બેહાલ થઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઊડતા વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો સેવાઈ રહ્યો છે, આ માર્ગ ધૂળિયો બનતા એક સમયે સામેથી આવતું વાહન નજરે પડતું નથી,જેના કારણે અકસ્માતનો ખતરો વાહન ચાલકોને સતાવી રહ્યો છે, બિસ્માર માર્ગના કારણે વાહનોમાં પણ નુકશાન થઈ રહ્યું છે,આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ અને વરસાદ ન પડે તો ઊડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.