*મુંદરા ખાતે વાઘેર સમાજ દ્વારા વિવિધ કચેરીઓમાં આવેદન પત્ર રજૂ*
*મુંદરા ખાતે વાઘેર સમાજ દ્વારા વિવિધ કચેરીઓમાં આવેદન પત્ર રજૂ*
મુંદરા: અખિલ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ હાજી હુશેનભાઈના નેતૃત્વમાં વાઘેર સમાજના આગેવાનો તથા માછીમાર પ્રતિનિધિઓએ મુંદરા તાલુકા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર રજૂ કર્યું.આવેદન પત્ર મુંદરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર શ્રીને, તાલુકા વિકાસ અધિકારી શ્રીને, મુંદરા સીટી પોલીસ સ્ટેશનમાં, મુંદરા મરીન પોલીસ મથકે તથા મુંદરા પ્રાંત અધિકારી શ્રીને આપવામાં આવ્યું.તેમજ આ પત્રની નકલ કચ્છ કલેકટર ભુજ-કચ્છ, મત્સ્યોદ્યોગ નિયામક ભુજ-કચ્છ અને મત્સ્યોદ્યોગ કમિશ્નર કચેરી ગાંધીનગર-ગુજરાતને પણ રવાના કરવામાં આવી.
આવેદન પત્ર આપવા સમયે ઉપસ્થિત રહેલા આગેવાનોમાં પ્રમુખ વાઘેર સમાજ હુશેન જુસબ ચબા, વાઘેર સમાજના મુસ્તાક ચબા પટેલ, આગેવાન જુનસ અલી ભટ્ટી, હાલે કુતડી બંદરના દાઉદ ઈશાક ભટ્ટી, જાકબ હાજી ગાંધ અને બાવલા અભુ ચબા, નવિનારવાળાના ઝાકીર બાબુ ભટ્ટી અને ગફુર હશેન ભટ્ટી, હાલે કુતડી બંદરના જાકુબ સીદીક ચબા, આમદ અલી ચબા અને ફકિરમામદ ગાંધ, તુણા વંડીના નુરમામદ ઈબ્રાહીમ ભટ્ટી, બારોઈના ઉમર સુલેમાન ચબા, તેમજ મુંદરાવાળા સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ સહિત અનેક સ્થાનિક માછીમારો અને વાઘેર સમાજના સભ્યો જોડાયા હતા.