ब्रेकिंग न्यूज़
Gujarat News : GPCBના નાચબ પર્યાવરણ ઈજનેર લાંચ લેતા ઝડપાયા.
રીપોટૅર: નવાઝ ગરાણા જેતપુર
જેતપુર GPCBના ઈન્ચાર્જ નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશ વિઠ્ઠલભાઈ ચૌહાણ પોરબંદર ખાતે લાંચ લેતા ઝડપાયા
આ કામના ફરીયાદીશ્રી પાસે આક્ષેપીત દ્રારા સુદામાં ડેરી ખાતે પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે દર મહિને રૂ.૨૫,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે નહી તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દઇશ તેમ જણાવેલ. જેથી પાંચ માસના કુલ રૂ.૧,૨૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી:શ્રી બી.કે.ગમાર, પોલીસ ઇન્સ્પેકટર, પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ