ગામ એકલવા તા હારીજ ખાતે સરપંચ શ્રી નો સન્માન કાર્યક્રમ યોજાયો”
- તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ ગામ પંચાયત ની ચૂંટણીઓમાં બિનહરીફ સરપંચ તરીકે
જિ
પરમાર ચંપાબેન વીરાભાઇ ની વરણી થયેલ જેમનો એકલવા ઉત્તર બુનિયાદી હાઈસ્કુલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ ની શરૂવાત ડૉ બાબાસાહેબ આંબેડકર ને ફુલહાર તથા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી,વરસતા વરસાદ માં પણ ગ્રામજનો સહિત દૂર દૂર થી પધારેલ
મહેમાનો દ્વારા સરપંચ શ્રી ચંપાબેન નું સન્માન
કરવામાં આવ્યું આવેલ મહેમાનો નું પણ સરપંચ
શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવાનો અવસર મળ્યો ડૉ બાબાસાહેબ આંબેડકર ના સંઘર્ષ થકી મળેલ અધિકારો ની વાત કરી આજે જે પણ છીએ તે ફક્ત બાબાસાહેબ આંબેડકર ની મહેનત અને દેન છે એ ભૂલવું ના જોઈએ
૪૨ ગોળ રોહિત સમાજ મહામંત્રી શ્રી એન વી પરમાર સાહેબે પણ પ્રાસંગીક પ્રવચન કર્યું અને સરપંચ શ્રી દ્વારા ૪૩ ગોળ શૈક્ષણિક સંકુલ માટે 2100 નું આર્થિક યોગદાન આપ્યું
સામાજિક પરિવર્તન માં 1997 થી સહયોગી વીરાભાઇ ખોડાભાઈ ના પરીવાર દ્વારા નવ સર્જન ટ્રસ્ટ હારીજ ને 1100 રૂપિયા આર્થિક યોગદાન આપવામાં આવ્યું
કાર્યક્રમ બાદ દરેકે સ્વ રુચિ ભોજન લીધું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નરેન્દ્રભાઈ એમ પરમાર નવ સર્જન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
ઉપ સરપંચ શ્રી દ્વારા તમામ નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો