સુરેન્દ્રનગર મહા નગરપાલિકા ની ધોર બેદરકારી:
એક વિકલાંગ સરકારી કર્મચારી અને પરિવારની સહિત સોસાયટીઓ ના રહિશો ની દયનીય હાલત
સુરેન્દ્રનગર, ૫ જુલાઈ –
સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર આવેલા દેવ પાર્ટી પ્લોટ નજીકની અન્ય પાંચથી છ સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
સ્થાનિક રહીશોની હાલત કફોડી બની ગઈ છે અને લોકોને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે
એક વિકલાંગ સરકારી કર્મચારી પોતાનુ ટુ વ્હીલર લય પોતાના જ ઘરે જઈ નથી શકતા પોતાના બાળકો ને પણ સ્કૂલે નથી મોકલી શકતા..
છેલ્લા બે ત્રણ દિવસ થી પાણી ભરાઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ જ મદદ ન મળતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે
ભારે વરસાદનું પાણી સમગ્ર વિસ્તારમાં ભરાતા નાના બાળકો,સગર્ભા મહિલાઓ તથા વડિલો ની દયનિય હાલત થઈ છે
સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કમિશનર ને અનેક વાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા ના સતાધીશો તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી..
સ્થાનિક રહીશો ના જણાવ્યા મુજબ, “અમે સતત આ બેહરા મુંગા તંત્ર ને રજુઆતો કરી થાક્યા છીએ.
નથી સત્તાધીશોના પેટનું પાણી હલતું કે નથી …. અમારા વિસ્તારમાં ભરાયેલા પાણી હલવા નું નામ લેતું..
મહાનગરપાલિકા દ્વારા સમયે પગલા ન લેવાતા રહીશોમાં ભારે રોષ છે. દુઃખની વાત એ છે કે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઇ ઉપાય દેખાતો નથી અને સત્તાધીશો ઘૌર નિંદ્રા માં છે
સચીન મકવાણા
ક્રાઈમ ન્યૂઝ,
સુરેન્દ્રનગર