गुजरात
અકસ્માત માં સાયકલ સવાર નું મૃત્યુ
વડોદરા ગુજરાત
વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત :
સાઇકલ ચાલક ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત
આજે સવારે વડોદરા શહેર ના તરસાલી રોડ પર રોડ ક્રોસ કરતાં સાયકલ સવાર ને રિક્ષા એ ટક્કર મારી હતી. અચાનક સ્પીડ માં આવેલી રિક્ષા એ સાયકલ સવાર ને એટલી જોરદાર ટક્કર મારી કે સાયકલ સવાર રોડ પર પડતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક ટક્કર મારી સ્થળ પર થી ફરાર થયો હતો. આ ઘટના ની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી સાયકલ સવાર ના વાલી વારસો ની શોધખોળ હાથ ધરી રિક્ષા ચાલક ને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.