જિલ્લા શિક્ષણ સમિતિ, બનાસકાંઠા દ્રારા રાનેર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
જિલ્લા શિક્ષણ સમિતિ, બનાસકાંઠા દ્રારા રાનેર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના રાનેર ગામની પે કેન્દ્ર શાળા મો આજે પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો
આ મહોત્સવમો ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી શ્રી ભારતસિંહ ભટેસરિયા, શ્રી નવઘણજી ઠાકોર ક્ષત્રિય એકતા સમિતિ ગુજરાત, ડો . પરીમાબેન રાવલ ચાઈલ્ડ વેલ્ફર કમિટી મેમ્બર, એચ. આર . મકવાણા પુરવઠા શાખા કાંકરેજ, શ્રી કંથુભા ઓપાજી જાદવ(સામાજિક આગેવાન), પૂર્વ દેલિકટ દલપતસિંહ તેમજ કાનુભા. વી. જાદવ ઉપ પ્રમુખ કદમ સેવા સમિતિ અને ગ્રામજનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી
આ દરમ્યાન પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ લેવા આવેલા નાનકડા બાળકોને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું અને શિક્ષણની શરૂઆત સાથે તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.
આ પ્રસંગે કદમ સેવા સમિતિ ના ઉપ પ્રમુખશ્રી કનુભા જાદવ તરફ થી રાનેર ગામ ની સોળ શાળા ઓમો નવીન પ્રવેશ કરતા બાલવાટિકા ના બાળકોને બેગ નુ વિતરણ કરાયું
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો તથા બાળાઓ માટે કન્યા કેળવણી કાર્યક્રમોને રાનેર ગામ અને સમાજ માટે આવશ્યક ગણવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષક શ્રી, એસ.એમ.સી.ના સભ્ય શ્રી, ગ્રામજનો શ્રી તથા આગેવાનોના સહયોગથી સફળ થયું