ब्रेकिंग न्यूज़

Gujarat News એક બાજુ આપણે સ્માર્ટ સીટી અમદાવાદ ની અને સ્વચ્છતા ક્ષેત્રે અમદાવાદ પહેલા નંબરે આવે એવા પ્રયત્નો કરીએ છીએ ત્યારે બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં આવા કચરા ના ઢગ રોડ પર જોવા મળતા હોય છે

રિપોર્ટર:  મુકેશ પી પરમાર ચાંદખેડા, અમદાવાદ ગુજરાત

તો આવોજ કચરો જે કદાચ તંત્ર ના ધ્યાને તો નહિ આવતો હોય પણ અમને જરૂર આવ્યો છે હેમાંગી થી નારાયણ લોટસ ની વચ્ચે ચાંદખેડા રોડ પર પડેલ આવો કચરો અને એઠવાડ ના કારણે રખડતા ઢોરો કે કુતરાઓ નો પણ આના લીધે ત્રાસ જોવા મળતો હોય છે અને આવી ગંદકી ને લીધે રોગચાળો ફેલાવવાની પણ દહેશત રહેલી છે તો તંત્ર આવા જાહેર રોડ પર ગંદકી કરતા સપોટ પર કઈક યોગ્ય પગલા ભરી ને આવી રીતે ગંદકી કરતા લોકો ને રોકે એવી આજુ બાજુના રહીશો ની માંગ છે.અને બીજી બાજુ અહીંયા પાણી નું લીકેજ બંધ કરવા જે ખાડો કરેલ હતો તે ખાડો રોડની બાજુમાં એક મહિનાથી એજ હાલત માં છે જે ગમે ત્યારે કોઈ રાહદારી કે વાહન ચાલકો ને જોખમ માં મૂકે એવો છે તો કોઈ નિર્દોષ વાહન ચાલક ભોગ બને એના પહેલા મ્યુનિસિપાલટી અસર કારક પગલા લે તેવી લોક માંગ છે.

Indian Crime News

Related Articles

Back to top button