Gujarat News નવસારી જિલ્લા પોલીસે ગરબા આયોજકો સાથે બેઠક યોજી
નવરાત્રી દરમ્યાન મહિલાઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા રહેશે

બ્યુરો ચીફ, ચિરાગ પી. ભટ્ટ નવસારી, ગુજરાત
રાજ્યમાં આગામી સમયમાં નવરાત્રી યોજવા જઈ રહી છે. ૯ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના નવરાત્રી આયોજકોને પોતાના મંતવ્ય જણાવીને તેમની પાસે પણ સૂચનો મેળવ્યા હતા. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને દરેક જિલ્લા પોલીસને ખાસ સુચના આપી છે, ગરબા મંડળમાં રાત્રિ કરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસ આ વખતે ખાસ આયોજન કર્યું છે. જેમાં જિલ્લાના ૧૧ પોલીસ સ્ટેશનમાં ૫ સભ્યોની SHE ટીમ ગરબા મંડળમાં ખેલૈયાના કપડા પહેરીને ગરબા રમશે, જો કોઈ અસામાજિક તત્વો મહિલાને હૈરાન કરશે તો SHE ટીમ તાત્કાલિક આવા તત્વોને ઝડપીને લોકલ પોલીસ ટીમને સોંપી દેશે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગરબા આયોજકોએ એન્ટ્રી અને એકઝીટના દ્વાર મોટા રાખવાના એશે. જેથી દુર્ઘટના વખતે લોકો ડોમ કે મંડપની બહાર સારી રીતે નીકળી શકે. રાત્રિના સમયે જિલ્લા પોલીસની ટીમ સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં રહેશે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સાથે આયોજકોએ પણ સાથ સહકાર આપવાનો રહેશે. ગરબા આયોજકોએ આ વખતે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન આવે તો સીસીટીવી ફરજિયાત લગાવવાનું રહેશે. જેથી ચોર કે અસામાજિક તત્વો ગરબા સ્થળ પર આવે તો આવા તત્ત્વોને સહેલાઈથી ઓળખી શકાય, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આયોજનમાં એક સેલિબ્રિટી ઓછી બોલાવજો પણ સીસીટીવી લગાવવાનું ભૂલતા નહિ.
નવસારી જિલ્લા પોલીસ જણાવે છે કે નવરાત્રી આયોજકો પોતાના મંડપ કે ડોમમાં મહિલા હેલ્પ ડેસ્ક પણ મૂકે જેથી મહિલાઓ પોતાના પ્રશ્નો. આ હેલ્પ ડેસ્કને જણાવી શકે, જો કોઈ પુરુષ દારૂ પી ને આવે તો પોલીસ કાર્યવાહી કરશે, કાયદા મંડળના સભ્યો કે રોકવામાં આવેલા બાઉન્સર દ્વારા આવા તત્વોને પોલીસને સોંપી દેવા, મારો અનુભવ છે કે ડોમ પણ સૌથી સારો હોય છે પણ બહાર વ્યવસ્થા મોટા ભાગે સારી હોતી નથી. પાર્કિંગની વ્યવસ્થા સારી રાખવી. દૂર પોકિંગ રાખવું નહિ. મહિલાઓ માટે SHE ટીમ પણ ગરબા રમશે, ગરબા સ્થળ પર મહિલાઓને છેડતા લોફર તત્વોને ઝડપીને પોલીસને સોંપશે. કમર્શિયલ ગરબાના ડોમમાં ફરજિયાત CCTV કેમેરા લગાવવાનું રહેશે. આ બાબતમાં ઢીલાશ ચલાવી લેવાશે નહીં. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સૂચના આપી છે કે મહિલાઓની સુરક્ષામાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં.


Subscribe to my channel