ब्रेकिंग न्यूज़

Gujarat News સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવા ઉદેસ આજે 20 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદના ગોતા માં આવેલ રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય ભવ્ય સંમેલન યોજાયો હતો

રિપોર્ટર  અનિરુદ્ધસિંહ સોઢા કચ્છ ગુજરાત

ભાવનગરના મહારાજા વિજેરાજસિંહ ગોહિલ આવી પહોંચતા તેમનું ઢોલ નગારા તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાત ભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા આ સંમેલનમાં સમર્થ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજેરાજસિંહ ગોહિલ નું વિજય મુરત 12.40 કલાકે તિલક કરી તાજ પોચી કરવામાં આવી હતી સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજ સિંહ ગોહિલને જાહેરાત કરવામાં આવી હતી આ મચ પોલિસ્ટિક્સ અને વાદવિવાદ કરવા માટે નથી
ભાવનગરના મહારાજા વિજેરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે મોટી જવાબદારી આપી છે મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી અને આ મંચ વાદ વિવાદ કરવા માટે નથી આ મત સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય એક થાય તેના માટે છે સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ સારું વેપાર વ્યવસાય આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવશે અને બીજા ભગતસિંહજી પણ પેદા થઈ શકે સૌને અભિનંદન આપું છું
વિજયરાજ સિંહ ને પ્રમુખ બનાવવા બદલ તેઓનો આભાર
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું ભાવનગરના મહારાજા વિજેરાજસિંહ ને પ્રમુખ બનાવવા બદલ તેઓનો આભાર માનું છું કાર્યકારી પ્રમુખ તરીકે દાતાના સિદ્ધરાજસિંહ પણ અભિનંદન આપું છું કાઠી રાજપૂત કર્યા રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે તો તમામને અભિનંદન આપું છું આજે છત્રી સમાજના સંમેલનના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન મળે તેના માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જો ભાવનગરના મહારાજા ને કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન નહીં મળે તો ક્ષત્રિય સમાજ આગળ રણનીતિ નક્કી કરશે

Indian Crime News

Related Articles

Back to top button