ब्रेकिंग न्यूज़

Gujarat News સુરખાઈ ના શોપિંગ સેન્ટર પર શરતભગ ની કાર્યવાહી કરવામાં તંત્રના અધિકારીઓ ખો-ખો ની રમત રમી રહ્યા છે?

જે.એસ.ડી.શોપિંગ સેન્ટર પર કાયદેસર ના પગલાં લેવામાં અધિકારીઓને કોનો અવરોધ નડે છે?

રિપોર્ટર ભૂપેન્દ્રકુમાર ચીખલી ગુજરાત

જે.એસ.ડી.ગ્રુપ દ્ધારા અલગ અલગ વિસ્તારોમાં કરેલ ડેવલોમેન્ટ પ્રોજેક્ટ ની તપાસ જરૂરી.

સુરખાઈના જે.એસ.ડી.શોપિંગ સેન્ટર માં દુકાનો ની જગ્યા પર પ્લોટ ના પ્રોપટીકાર્ડ સીટીસર્વે દ્ધારા બનાવી અપાયા.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આવેલ જે.એસ.ડી.શોપિંગ સેન્ટર રહેણાક મકાન બનાવાની પરવાનગી પર વાણિજય હેતુ માટેની દુકાનો તાણી બાંધવામાં આવી.ત્યારે આ બાબત ની રાવ ચીખલી મામલતદાર ને કરવામાં આવી હતી.જ્યારે આ બાંધકામ એકંદરે ગેરકાયદેસર હોય એવી લોકચર્ચા સમગ્ર પંથક માં ચાલી રહી છે.જેને લઈને અલગ અલગ સમાચાર પત્રકો માં પણ આ બાબત પ્રકાશિત થઈ ચુકી હોય.ત્યારે ચીખલી મામલતદાર દ્ધારા આ સમગ્ર પ્રકરણ સિટીસર્વે ને તપાસ માટે સોંપવામાં આવ્યું હતું. જ્યારે સિટીસર્વે દ્ધારા એક નોટીસ આપ્યા બાદ સમગ્ર પ્રકરણ તાલુકા વિકાસ અધિકારી ને તપાસ સોંપી દેવામાં આવી હોવાથી અનેક તર્ક વિતર્કો લોકો માં ચાલી રહ્યા છે.જ્યારે આ મકાન બનાવવાની પરવાનગી પર દુકાનો બનાવી દેવામાં આવી હોય.જ્યારે અનેક પ્લોટના પ્રોપટી કાર્ડ પણ સિટીસર્વે દ્ધારા બનાવી આપવામાં આવ્યા હોય.ત્યારે આ સરકારી ખુરશી તોડતાં સિટીસર્વે ના અધિકારીઓ પોતાની ઓફીસ માંથી બહાર જાય ને સ્થળ પર તપાસ કરો કે અહીં પ્લોટ નહીં પણ દુકાનો બનાવી દેવામાં આવી છે.જ્યારે દુકાનોની જગ્યા પર પ્લોટના પ્રોપટીકાર્ડ બનાવી આપ્યા એ કેટલું કાયદેસર કહી શકાય?ત્યારે હાલ તો સવાલ એ ઉદભવે છે કે સિટીસર્વે દ્ધારા એક નોટીશ આપ્યા બાદ ફરી તાલુકા વિકાસ અધિકારી ચીખલીને અરજી કયા કારણો થી તબદીલ કરવામાં આવી?શું તાલુકા વિકાસ અધિકારી શરતભંગ ની કાર્યવાહી કરશે?ત્યારે હાલ તો જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર ના બાહોશ અધિકારીઓ શું પગલાં લેશે.

બોક્ષ:૧
આ પ્લાન્ટની મંજૂરી જેતે વખતે તાલુકા વિકાસ અધિકારી એ આપી હોય.જેને લઈને અમારા ઉપલા અધિકારીના કહેવાથી અમે આ તપાસ તાલુકા વિકાસ અધિકારી ને સોંપી છે.જ્યારે અમારી પર આ જે.એસ.ડી નો નકશો કે જેમા પ્લોટ દર્શાવ્યા છે.એના આધાર થી અમે પ્લોટના પ્રોપટીકાર્ડ અરજીદારો ને બનાવી આપ્યાં છે.
:-બિનલબેન પટેલ
(સિટીસર્વે ચીખલી)

બોક્ષ:૨
જે.એસ.ડી ગ્રુપ દ્ધારા મકાનની જગ્યા પર દુકાનો બનાવી હતી.જ્યારે આ દુકાનો કોઈ પણ પરવાનગી વગર ની હોય તેમ છતાં સિટીસર્વે દ્ધારા પ્લોટના પ્રોપટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા હોય.ત્યારે ગાંધીછાપ ના જોરે તો સમગ્ર ખેલ પાર પાડવામાં નથી આવ્યો ને? ત્યારે આ બાબતની તલસ્પર્શી તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે કે કેમ એ જોવું રહ્યું.

Indian Crime News

Related Articles

Back to top button