ब्रेकिंग न्यूज़

Gujarat News વાંસદા તાલુકાની ઉમર કુઈ આશ્રમ શાળા ના ગુલ્લી બાજ આચાર્યનું પ્રકરણ પ્રકાશિત થયા બાદ અધિકારી એ ફક્ત પરિપત્ર બહાર પાડી સંતોષ માન્યો.

ઉમર કુઈ આશ્રમ શાળાનો આચાર્ય છેલ્લા ૩ મહિનાથી રાત્રી સમયે ગેરહાજર રહેતો હતો

રિપોર્ટર ભૂપેન્દ્રકુમાર ચીખલી ગુજરાત

દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત દ્વારા સંચાલિત આશ્રમ શાળાનો આચાર્ય રાત્રિ દરમિયાન રહેતો હતો ગેરહાજર.

નવસારી જિલ્લાના વાંસદા ના ઉમરકુઈ ખાતેની દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત દ્ધારા સંચાલિત આશ્રમશાળા કાર્યરત છે.જ્યારે આ આશ્રમશાળા વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિ થી કાર્યરત હોય.જ્યારે આશ્રમ શાળા હોવાથી દરેક સ્ટાફ ના દરેક સભ્યો દ્વારા આશ્રમ શાળા માં રહી અને બાળકો ને અભ્યાસ કરાવવાનો હોય છે.ત્યારે આવી અનેક આશ્રમ શાળાઓ વાંસદા અને ડાંગ માં કાર્યરત છે.ત્યારે સ્થાનિક લોકો દ્ધારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ આશ્રમશાળા ના આચાર્ય સંતોષ વહી યા આશ્રમશાળા માં રોજ રાત્રીના સમય દરમિયાન આશ્રમશાળા માં હાજર રહેતા ના હોય.ત્યારે રિયાલિટી ચેક કરતા ખરા અર્થમાં એ હાજર રહેતા ના હતા.ત્યારે આ બાબત પ્રકાશિત કર્યા બાદ આશ્રમ શાળા અધિકારી કે જેઓ એ સમયે ચાર્જ માં હતા એમના દ્વારા ફક્ત પરિપત્ર બહાર પાડી દરેક આશ્રમ શાળાઓ માં પરિપત્ર આપવામાં આવ્યો કે દરેક આચાર્ય અને સ્ટાફ આશ્રમ શાળાઓ માં જ રહેવું.ત્યારે સવાલ એ ઉદભવે છે કે શું અત્યાર સુધી આ આચાર્ય ને ખબર ના હતી કે નિયમ મુજબ આશ્રમ શાળા માં જ રહેવાનો નિયમ છે.ત્યારે આશ્રમ શાળામાં એમને કોટર્સ ફાળવવામાં આવ્યું હોય તો શા માટે બહાર જવાની જરૂર જણાય?ત્યારે આ બાબતે આશ્રમશાળા અધિકારી શું પગલાં લેશે?ત્યારે તપાસ ના નામ પર ફક્ત દેખાવ રૂપ કામગીરી કરવામાં આવશે કે પછી બાળકો ના સંદર્ભ માં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે આવનારા દિવસોમાં જોવું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું પગલાં લેશે.

જ્યારે આ બાબતે આશ્રમશાળા અધિકારી જો આશ્રમ શાળા ખાતે તપાસના નામ પર સ્ટાફના ફક્ત ને ફક્ત નિવેદન લેશે કે પછી છેલ્લા એક મહિનાના સી.સી.ટી.વી ફૂટેજ પણ ચેક કરશે?ત્યારે આ તપાસ નિષ્પક્ષતા પૂર્વક અને ગાંધી છાપ ના વજન નીચે દબાયા વગર કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે.ત્યારે ઊંડાણ પૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું.

નવસારી જિલ્લા આશ્રમ શાળા અધિકારી જો તપાસ ના નામે ફક્ત દેખાડો કરશે તો આ બાબત આવનારા દિવસોમાં છેક ગાંધીનગર સુધી પહોંચે તો નવાઈ ની વાત નથી.

આશ્રમ શાળા ના સંચાલકો અને આચાર્ય શું કોઈ મીલીભગત થી આવતી સરકારી ગ્રાન્ટ નો ગોટાળો તો નથી કરી રહ્યાં ને? જ્યારે તપાસ કરતા અધિકારી જો ધોરણ સર સમગ્ર બાબત ની તપાસ કરે તો મોટા ભોપાળાં બહાર આવે એમ કહેવું ખોટું નથી.

Indian Crime News

Related Articles

Back to top button