Gujarat News : શ્રી ભાંજણા પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી, તિથિ ભોજનથી બાળકો ખુશખુશાલ

ब्यूरो चीफ जसवन्तभाई धानेरा गुजरात
દેશના 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે શ્રી ભાંજણા પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિના માહોલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ. શાળાના બાળકો, શિક્ષકો, ગ્રામજનો અને વાલીઓએ હાથમાં તિરંગા લઈને ગામના મુખ્ય માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢી હતી.
ત્યારબાદ શાળા પરિસરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. ગામના સરપંચશ્રી અને સુરેખાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે એસએમસીના સભ્યશ્રીઓ, આચાર્યશ્રી, શાળા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં માતાઓ, વડીલો, બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપી.ધ્વજવંદન બાદ વિવિધ રમતગમતના કાર્યક્રમો યોજાયા હતા. દોડ, લીંબુ-ચમચી, સંગીત ખુરશી સહિતની રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે ગામના શ્રી દેવકરણભાઈ અમરાભાઈ ચૌધરીનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમણે 1999 થી 2007 સુધી આઠ વર્ષ સુધી પોતાના જ ગામની શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે સેવા આપી હતી. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાને ગ્રામજનોએ બિરદાવી હતી.દેવકરણભાઈએ તેમના બે દીકરાઓને સરકારી નોકરી મળતા ખુશી વ્યક્ત કરીને શાળાના તમામ બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કર્યું હતું. શિરો, પૂરી, શાક, દાળ-ભાતનો સ્વાદિષ્ટ ભોજન લઈને બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
આચાર્યશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીને બાળકોમાં દેશભક્તિ અને એકતાની ભાવના કેળવવા અપીલ કરી. સમગ્ર કાર્યક્રમ એસએમસીના સભ્યો અને શાળા સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો.


Subscribe to my channel