Gujarat News : હારીજમાં વરસાદી અને ગટરના પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન, નગરપાલિકાની કામગીરી સામે રોષ

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
હારીજ (પાટણ). પાટણ જિલ્લાના હારીજ શહેરના ધૂણીયી વિસ્તાર, ખૂંટાછેરીમાં વરસાદી પાણી અને ગટરના પ્રદૂષિત પાણી ભરાઈ રહેતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે નાના બાળકોને શાળાએ જવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાલ વિવિધ ચેપી રોગોના કેસ સામે આવી રહ્યા છે, જેના કારણે ગંદકી અને પાણી ભરાવાથી લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ અંગે હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

રહેવાસીઓએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતાં તાત્કાલિક ગટરની સફાઈ, પાણીના યોગ્ય નિકાલ અને માર્ગની મરામત કરવાની માંગ કરી છે, જેથી લોકોને ગંદકીમાંથી મુક્તિ મળે અને સંભવિત રોગચાળાનું જોખમ ટાળી શકાય.


Subscribe to my channel