Gujarat News : અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા…
આમંત્રિત મહેમાનો,શ્રેષ્ઠીઓ,દાતાઓ અને ગાયકો ને ફિલ્મ કલાકારો નો પંચ સંગમ જોવા મળ્યો..

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ,પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી.. રામન જોગરાણા ના કાંઠે સુમધુર યાદગાર ગીતો થી અધિવેશન નો પ્રારંભ થયો ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી,રજીસ્ટ્રેશન કરાવી,ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો,પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો, આમંત્રિત અધ્યક્ષ સ્થાન ના મહેમાન પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિહ ઝાલા, ઋષિકેશસિંહ પી આર ઓ (ગુજકોમસોલ) ધર્મેશ શાહ ફિલ્મ (પ્રોડ્યુસર) હાસ્ય કલાકાર અંકિત ભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમ બેન પટેલ ના સ્વાગત સન્માન બાદ મહિલા વિગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે,સ્ત્રી સ્વતંત્ર બને,નારી સન્માન મેળવે,સ્ત્રી અત્યાચાર, સહિત દૂષણો થી પીડાતી મહિલાઓ ને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું..
કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા નું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ધવલ સિંહ ઝાલા એ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી,સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓ ને પ્રજા પ્રશ્નો ને એક બીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે,ત્યારે જાણકારી પણ મળે છે ને સમસ્યાઓ ના ઉકેલ પણ આવે છે. શ્રી ગોરધનભાઈ ઝડફિયા એ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સ માં પત્રકારો નુ સામાજિક યોગદાન,તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિ માં મદદ માટે અમે સાથે છીએ એવી ખાત્રી આપી હતી તેમજ યલ્લો જર્નાલિઝમ થી આટલુમોટુ સંગઠન બચે, આ માત્ર સંગઠન નથી,શાંતિ,એકતા,શિસ્તબદ્ધતા ને વરેલું સંગઠન છે,જે અભિનંદન ને પાત્ર છે.
જી ટી પી એલ ના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રી મહેમાન નું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવાર ની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી,ઉદ્યોગો નું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉધ્યોગ ના અખબારો નથી,પત્રકારો આ બાબતે વિચારે.નવા નવા આયામ માં પત્રકારત્વ જરૂરી છે, લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર હતા કાન્તિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે,આ જૂની યાદો તાજી કરી હતી..
શ્રી લાભુભાઈ એ પત્રકારના પરિવાર ની ચિંતા નું વર્ષ ઉજવણી માં સૌ પત્રકારોને જોડાઈ જવા હાંકલ કરી હતી,સાથે 10 લાખ અકસ્માત વીમો સાત અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી,પરંતુ આઠ વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓ માં એક નવો વિશ્વાસ ઊભો કર્યા બાદ એમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે,ને આઠ જિલ્લા તેમજ મહિલા વિગ ના બહેનો નો વીમો ભરી તેની રસીદો,આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું. પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે,કામ તો કાયમ છે,ગમે તેવી વિકાર પરિસ્થિતિ માં ટુ વ્હીલ લઈ દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ..? આ ચિંતા કોણ કરશે..? એમના નાના બાળકો નું શિક્ષણ કોણ પૂરું કરાવશે..? આ વિમાના લાભાર્થી બનો ને પરિવારની સુરક્ષા ની ચિંતા કરો તેવી સૌને હાંકલ કરી હતી..સરકારી યોજનાનો લાભ માત્ર 10% પત્રકાર મેળવે છે,બાકીના 90% નું કોણ..? પાંચ કલાક ચાલેલા કાર્યક્રમ ને શાંતિ થી માણ્યો,છેલ્લે સુધી સૌની હાજરી,ધીરજ ને શાંતિ,શિસ્તબદ્ધ સંગઠનો પ્રમાણ છે..!!
કાર્યક્રમ માં અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લિધો હતો,કાર્યક્રમ નું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધ્યક્ષ તેમજ બી સી સી ના કોમેન્ટર શ્રી હરેશ રાવલે કર્યું હતું. પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની,કમલેશભાઈ પટેલ,કિરણ ભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલ દરજી,સંદીપ દેવાશ્રય,મુકેશભાઈ સખીયા, આરીફ ભાઈ,મનોજ રાવલ, આર બી રાઠોડ, આઈ ટી સેલના નીતિન ઘેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લા ના પ્રમુખો ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા,મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માં રાજસ્થા મહેમાનો,સમાજ શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો, ગાયક તેમજ ફિલ્મી કલાકારો પંચ કોણીય કાર્યક્રમ માં ખાસ મનોરંજન સેલ ની જાહેરાત સાથે રામન જોગરાણા તેમજ ખુશી અંજારિયા ના સુમધુર અવાજમાં ગીતો નો આનંદ વચ્ચે વચ્ચે મન હળવા કરવાનું કામ કરતો હતો અન્ય કલાકારો જોડાયા હતા. ફિલ્મ ડિરેક્ટરો સહિત કલાકારો ની હાજરી,ફોટો લેવાની ભીડ પણ જામી હતી.
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ ના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખશ્રી વિષ્ણુભાઇ પ્રજાપતિ, ઉપ પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમરિયા, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ અને કારોબારી સભ્યો સાથે મહિલા પ્રમુખ ફરીદા બેન ટીનવાલા, ઉપ પ્રમુખ મનબેન ધોળકિયા, કાજલબેન નાગવાડીયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, કો. ઓડીનેટર કીર્તિબેન રાઠોડ અને મહિલા સભ્યો દ્વારા આ અધિવેશનને સફળ બનાવવામાં સહકાર આપેલ હતો. છેલ્લે આભારવિધિ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે કરી હતી.. ત્યાર પછી સર્વ પત્રકાર મિત્રોએ ભોજન અને ભેટ લઈ છૂટા પડ્યા હતા


Subscribe to my channel