ब्रेकिंग न्यूज़
Related Articles
Subscribe to my channelSorry, there was a YouTube error.
रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
પાટણ। રથયાત્રા પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પાટણ એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસે કથિત મીની શસ્ત્ર ફેક્ટરીનો ભેદ ઉકેલી દેશી હથિયારો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે. mપોલીસે વારાહી, સમી, શંખેશ્વર અને સાંતલપુર વિસ્તારમાં દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 5 દેશી કટ્ટા, 4 જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે ₹21 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ગુનામાં ડાહ્યા ઉકા માજીરાણા અને દરિયાખાન ભટ્ટી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દેશી કટ્ટા સાથે ઝડપાયેલા મઝર હુસેન સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે ફરાર આરોપી ડાહ્યા ઉકા માજીરાણા સામે 18 ગુના અને દરિયાખાન ભટ્ટી સામે 6 ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓની ઝડપી ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
Subscribe to my channel