Gujarat News પાટણ : દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી, 13 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ
પાટણ જિલ્લાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, જિલ્લા પંચાયતના સભ્ય દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમદરબેન ઠાકોર, ICDS વિભાગના મુખ્ય સેવિકા કાજલબેન ઠાકોર, CRC બાસ્પાના જગદીશભાઈ અમરાભાઈ વઢેર, સંજયભાઈ રસિકલાલ શાહ, દાઉદપુર ગામના સરપંચ બચુભાઈ મહાદેવભાઈ ડાભી સાધુ પંકજ કુમાર ભેમાજી ઠાકોર રાવલ અનિલભાઈ સાધુ ત્રિકમદાસ સાધુ ભીખા ભાઈ ભરવાડ ગેલા ભાઈ નાડોદા રામાભાઈ લખુભાઇ નાડોદા નશાભાઈ પરબતભાઈ નાડોદા જલાભાઈ ઠાકોર નરેશજી ઠાકોર રમેશજી સહિત ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવેશોત્સવ દરમિયાન કુલ 13 બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમજ શાળાના વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન આપવા બાળકો માટે સ્કૂલબેગના દાતા સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ અને સ્લેટના દાતા હરખાભાઈ જેસંગભાઈ નાડોદાનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, બાળશિક્ષણના વ્યાપ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં શાળાના આચાર્ય નરસંગભાઈ રામાભાઈ નાડોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.




Subscribe to my channel