BavlupoliceKadi and mehsanaब्रेकिंग न्यूज़
Trending

ઉંઝા પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧૩.૭૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો,

ઉંઝા પોલીસની મોટી કાર્યવાહી: રૂ. ૧૩.૭૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો ફરાર

 

ગુપ્ત બાતમીના આધારે રેડ ઉંઝા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ વિહાભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર પ્રવિણભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે કહોડાથી મહેરવાડા જતા કાચા રસ્તા (નેળીયા) પર દારૂનું કટિંગ થઈ રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા ત્યાંથી એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલું (નંબર GJ-31-T-2065) મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૨૮૦ બોટલ/ટીન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ: ૪૨૮૦ બોટલ/ટીન (૧૨૨૧.૭૨ લિટર), જેની કિંમત રૂ. ૧૩,૭૮,૮૭૨/-.

* વાહન: મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલું જેની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-.

* અન્ય: પાણી ભરેલી બોટલોના ૧૪ પેકેટ (૨૬૮ બોટલ), કિંમત રૂ. ૩૩૬૦/-.

* કુલ મુદ્દામાલ: રૂ. ૧૬,૮૨,૨૩૨/-.

પોલીસની રેડ દરમિયાન ત્રણ આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે:

૧. ઠાકોર ધનાજી ઉર્ફે દીલીપજી કાંતિજી (રહે. કહોડા)

૨. ઠાકોર મીતેષજી લેબુજી (રહે. ઉનાવા)

૩. ઠાકોર હેમુજી (રહે. ડાભી)

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

@ Reporter Alfajbhai Sipai

Mera kam hi meri pehchan

Related Articles

Back to top button