મુન્દ્રા બારોઈ વિસ્તારમાં આવેલ બાપાસીતારામ નગર અને કૈલાસ પાર્ક માં ગટર ઉભરાવાના લીધે
મુન્દ્રા બારોઈ વિસ્તારમાં આવેલ બાપાસીતારામ નગર અને કૈલાસ પાર્ક માં ગટર ઉભરાવાના લીધે વરસાદી પાણી સાથે મિક્સ થતા સ્થાનિક રહેવાસીઓને પડતી તકલીફ થી વારંવાર રજૂઆત કરવા છતાં
કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી સ્થાનિકોને ખૂબ તકલીફ વેઠવી પડે છે થોડા સમયમાં જો કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગર વિરોધ કરવામાં આવશે
કાર્યક્રમો આપવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું આશા છે જલ્દી થી આ કાર્ય કરી દેવા માં આવે.
આ સમસ્યા નો હલ જેમ બને એમ જલ્દી મા જલ્દી નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માંગ છે
ઉપર થી વરસાદી માહોલ છે આના માં હવે જેવું વરસાદ આવે એવી ગટર ની સમસ્યા ગણી વધી જશે તો સ્થાનિકો નો કહેવું છે
આ વરસાદી માહોલ માં જેમ બને એમ જલ્દી હલ કરો નહીં તો અમને ના છૂટકે
ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે આવી ચીમકી આપવામાં આવી રહી છે સ્થાનિક નાગરિકો ની