Gujarat News ચીખલી તાલુકા ના અંબાચ ગામ ના મિરી માતા ફળિયા માં નાવની નદી કિનારે સ્થાનિક લોકો એ સમૂહ માં પિતૃ શ્રાદ્ધ કર્યું

રિપોર્ટર ભૂપેન્દ્રકુમાર ચીખલી ગુજરાત
ચીખલી તાલુકાના ના અંબાચ ગામ ના મીરી માતા ફળિયા માં નાવની નદી કિનારે આજુબાજુ ના . સારવણી.કાકડવેલ . સુખાબારી . તથા અંબાચ જેવા ગામો ના લોકો એ તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભાદરવા વદ નોમ ના રોજ પિતૃ શ્રાદ્ધ કર્યું હતું.
કંડોલપાડા ના હિરેન મહારાજ ના ગોરપદ હેઠળ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતુ.આશરે ૧૦૦ જેટલા યજમાનો એ પોતાના પિતૃ ઓનું શ્રાદ્ધ કર્યું હતું.
ગામ ના આગેવાન એવા સંજય ભાઈ પટેલ તથા શૈલેષ ભાઈ ભાઈ . દિલીપ ભાઈ પટેલ તથા સુમન ભાઈ પટેલ એ ખૂબ સારી એવી સેવા આપી હતી
.આ ઉપરાંત હિન્દુ ધર્મ ન ધાર્મિક પરંપરા મુજબ પિતૃ ઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.પિતૃ માટે આપણે જે કંઈક કરીએ એજ શ્રધ્ધા શ્રાદ્ધ માં હોવી જરૂરી છે .મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકાર ના ઋણ હોય છે .દેવ ઋણ.આચાર્ય ઋણ.અને પિતૃ ઋણ.પિતૃ માટે શ્રધ્ધા પૂર્વક કરવા માં આવે એજ સાચું શ્રાદ્ધ છે.
આમ આ નદી પર આશરે ૬૦ વરસ થી પિતૃ ઓ માટે શ્રધ્ધા શ્રાદ્ધ કરવા માં આવે છે અને આ શ્રાદ્ધ થી પિતૃ ઓને તૃપ્તિ અને પુણ્ય મળે છે.એથી આખા ભારત માં ભાદરવા વદ એકમ થી અમાસ સુધી દેશ ભર માં શ્રાદ્ધ કરી ને દેવો ને યાદ કરવા માં આવે છે.