Gujarat News આગામી તા.12 થી 14 સપ્ટેમ્બર સુધી કાલાવડથી રણુજા જવાનો અને રણુજાથી હરિપર આવવાનો રસ્તો બંધ રહેશે
રણુજા મંદિર ખાતે લોકમેળો યોજાનાર હોય લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન જાળવવાના હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બ્યુરો ચીફ પ્રદિપસિંહ જી રાઠોડ જામનગર
જામનગર તા.૧૦. સપ્ટેમ્બર, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ, રણુજા રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોય લોકોની સલામતી અને ટ્રાફીકનું નિયમન જળવવાના હેતુથી રણુજા આવવા જવા માટેનો રસ્તો એક માર્ગીય કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ આગામી તા.12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન કાલાવડથી રણુજા જવા માટે કાલાવડથી રણુજાનો રસ્તો બંધ કરવામાં આવશે માત્ર રણુજા મેળામાંથી કાલાવડ આવવા માટે રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેમજ રણુજાથી હરિપર(ખંઢેરા) આવવા માટેનો રસ્તો બંધ કરવામાં આવશે ફક્ત હરિપરથી રણુજા જવા માટે આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે.
સરકારી વાહનો,પોલીસના વાહનો, ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.