ब्रेकिंग न्यूज़

Gujarat News મંદિરોની બહાર વેચાતા પૂજાપા પ્રસાદ વગેરે ની કમાણી કોણ?

બ્યુરો ચીફ વિક્રમભાઈ સોલંકી પંચમહાલ ગુજરાત

 દશમા નો વેપાર રૂ.૫૦૦કરોડ નો આધુનિક જીવનની દોડધામમાં પુણ્ય કમાવાની ઘેલછા, કાલ્પનિક સ્વર્ગની લાલચ ધર્મના નામે ધંધા ચલાવતા વેપારીઓ ખૂબ કમાઈ છે અને સામાન્ય અને આમ જનતા મંદિરો મા લાઈન લગાવી છે રાજકોટ ના એક વેપારીએ સૌરાષ્ટ્ર ના શહેરોમાં ૫ કરોડની દશામાની કાલ્પનિક પરચાની ચોપડીઓ વેપાર કર્યાં શ્રાવણ મહિનાઓમાં ધર્મના ધંધાર્થીઓ દ્વારા વિવિધ બહાને પ્રચાર માધ્યમો દ્વારા રંગે ચંગે તહેવારો ઉજવાય છે અને મંદિરો માં પ્રસાદ પૈસા વહેચાય તેવું આયોજન કરાય છે જાણકાર સૂત્રો ના સર્વે મુજબ આ વરસે દશામા ની ઓડિયો વિડિયો કેસેટ ચુંદડી પ્રસાદ નારિયેળ નો ૫૦૦ કરોડ નો વેપાર થવાનો અંદાજ છે. આ પૈસા આ બધા જ પછાત વિસ્તારોના નાના માણસોના ખીસામાંથી વેપારીઓના ખીસામાં અને મંદિરો માં ગયા. આમ પ્રજા ને મૂર્ખ બનાવી તેની મહેનતના પૈસા ધર્મના નામે પડાવી લેવાઈ છે. જે વ્યવસ્થિત ચલાવતા ષડયંત્ર ને આસ્થા ઘેલી અબૂધ પ્રજાને સમજાતું નથી લોકોને કાલ્પનિક ઇશ્વર દેવીઓમાં રાચતા કરી દેવામાં મનુ વાદી લોકો સફળ રહ્યા છે તેનો રંજ છે મૂર્ખ લોકોને મૂર્ખ બનાવવા માટેના અનેક તુક્કા ઓ શ્રાવણ મહિના માં કરવામાં આવે છે ? ઘણા સમય પહેલા અમદાવાદ ના મણિનગર વિસ્તારોમાં એક શંકર ના આરસ નાં મંદિર ની ટોચે નાગ જોવા મળ્યો અને આખા વિસ્તારના લોકો મંદિરે જોવા લાઈન લાગી અહી સમજવાનું એ છે કે ભરચક શહેર માં નાગ ક્યાંથી આવે ? અને એ પણ આરસના લિસા પથ્થરથી બનેલા મંદિર નાં ઘુમ્મટ પર કેવી રીતે ચડી શકે ? છે અને તે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ કેમ? નાગ તો ડરપોક પ્રાણી છે તે તરત જ ભાગી જાય છતાં આ નાગ ફેણ ચડાવી કલાકો સુધી બેસીજ કેમ રહ્યો? પાછળ થી ખબર પડી કે પુજારીએ વાદી ને પૈસા આપી અગાઉ થી બોલાવી રાખેલો અને તે તેનો નાગ હતો જે પાળેલો નાગ હોવાથી માણસો થી ડરતો ન હતો આ રીતે જનતા ને મૂર્ખ બનાવી ને પૂજારીઓ મંદિરમાં લાંબી લાઈનો લગાવી ખુબ જ કમાણી કરી હતી દુનિયામાં ક્યાંય ચમત્કાર થતાં નથી. આવી રીતે જનતા ને મૂર્ખ બનાવાય છે અને જનતાની મહેનતની કમાઈને મૂર્ખ બનાવી લઈ લેવાઈ છે અને જનતા હસતા હસતા હરખ પદુડા થઈ ને આપી પણ દે છે. જય ગરવી ગુજરાત

Indian Crime News

Related Articles

Back to top button