Gujarat News : હારીજ નગર વિકાસ કમિટી દ્વારા ચાંદીપુરા વાયરસની દવા છંટકાવ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાતા અને ચોમાસાના કારણે મચ્છરો તથા જીવાતોનો ઉપદ્રવ વધતા હારીજ નગરની જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને આજે હારીજ નગર વિકાસ કમિટીના પ્રમુખ શ્રી પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી (એડવોકેટ) તથા કમિટીના હોદ્દેદારો દ્વારા હારીજ નગરપાલિકાના માનનીય અધ્યક્ષ શ્રીમતી હેતલબેન ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવાયું કે ચાંદીપુરા વાયરસની સંભાવનાને ધ્યાનમાં રાખીને હારીજ નગરમાં તાત્કાલિક ધોરણે દવા છંટકાવ અને સ્વચ્છતા અંગે કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને નાના બાળકો માટે આ વાયરસ ગંભીર ચિંતાનો વિષય છે.

વિશેષ ધ્યાન આપવા વિનંતી કરાયેલા વિસ્તારો:
1. બજાર વિસ્તાર – મુખ્ય બજાર, શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ આસપાસ
2. રહેણાંક વિસ્તાર – નવા અને જૂના વસાહત, સોસાયટીઓ
3. સંવેદનશીલ સ્થળો – શાળા, આંગણવાડી, CHC/દવાખાના અને તળાવની આસપાસ
4. સમસ્યા વાળા સ્થળો – જ્યાં ગટર ઉભરાય છે, પાણી ભરાય છે અને કચરાના ઢગલા છે
કમિટીની માંગણીઓ:
1. તમામ વિસ્તારોમાં સમયસર જીવાતનાશક દવાનો છંટકાવ કરવામાં આવે.
2. ગંદકી, કચરો, ગટર અને પાણી ભરાયેલા સ્થળોની તાત્કાલિક સફાઈ કરવામાં આવે.
3. જરૂરી જગ્યાએ ફોગિંગ અને અન્ય નિવારક પગલાં લેવામાં આવે.
4. નગરજનોમાં જાગૃતિ માટે સૂચનાઓનું પોસ્ટર/એલાન કરવામાં આવે.
હારીજ નગર વિકાસ કમિટીના પ્રમુખ પુષ્પકભાઈ ખત્રીએ જણાવ્યું કે “નગરજનોના આરોગ્યને પ્રાથમિકતા આપીને પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. જેથી કોઈપણ પ્રકારની મહામારી ફેલાતી અટકાવી શકાય અને નગરજનોનું આરોગ્ય સુરક્ષિત રહે.” આ પ્રસંગે કમિટીના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંપર્ક: પુષ્પકભાઈ ખત્રી – 9428849998
હારીજ નગર વિકાસ કમિટી, હારીજ, જિ. પાટણ


Subscribe to my channel