Gujarat News : શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 127 માં ગુરૂવારના ભજન નો સુંદર કાર્યક્રમ શ્રી હરિઓમ ગૌશાળા ની પવિત્ર ભૂમિ પર યોજાયો

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
તારીખ 23- 7 -26 ના રોજ શ્રી હરિઓમ ગૌશાળા ની બાજુમાં આવેલ મોન્ટુભાઈ ઠક્કરના ફાર્મ પર અને તેમના યજમાન સ્થાને અને ગૌમાતા ના લાભાર્થે 127 માં ગુરુવારના ભજન નો કાર્યક્રમ સુંદર રીતે યોજાઈ ગયોપાટણ થી આ સ્થળ દૂર હતું અને જોરદાર વરસાદી માહોલ હતો તેમ છતાં ગૌ માતાના આશીર્વાદથી અને પૂજ્ય જલિયાણની પ્રેરણાથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા અને સુંદર મજાના ભજન કીર્તન અને સત્સંગ લાભ લીધો
વંદનીય શાંતાબેન બાબાજી ઠક્કર પરિવાર ના પુણ્ય અર્થે તેમના પરિવારના મોભી શ્રી રામજીભાઈ બબાજી ના યજમાન પદે તેમના ફાર્મ પર આ સુંદર કાર્યક્રમ યોજાયો વરસાદી માહોલ અનુરૂપ યજમાન પરિવાર દ્વારા પધારેલ ભક્તોને સુંદર ભોજન પ્રસાદનો લાભ આપેલ અને પધારેલ દરેક ભક્તોનું દિલથી સ્વાગત કરવામાં આવેલ
શ્રી હરિ ઓમ ગૌશાળા ના ગૌ પ્રેમી સંચાલક ભાઈશ્રી દિનેશભાઈ જોશી શ્રી ભરતભાઈ જોશી શ્રી કિરણભાઈ જોશી અને તેમની ગૌભક્ત ટીમ દ્વારા આ ભજન કીર્તન માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ જે બદલ યજમાન પરિવારની સાથે સૌ ભક્તોએ તેમનો દિલથી આભાર માનેલ આજના આ ભજન સત્સંગમાં જે કોઈ દાન આવે તે દાન શ્રી હરિઓમ ગૌશાળા ની બીમાર અને નીસહાય ગૌમાતાઓના ઘાસચારાના લાભાર્થે આપવાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળે નક્કી કરેલ

આ અનુસંધાને 127 માં ગુરુવારે 127 દાતાશ્રીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી ના રૂપમાં રૂપિયા 70 થી 75 હજારનું ફંડ આપેલ જે માટે ગૌ સત્સંગ મંડળ અને યજમાન પરિવારે દરેક લાભાર્થી શ્રી નો આભાર માનેલ પૂજ્ય જલિયાણના અને ગૌમાતાના આશીર્વાદથી ભજનનો આ સુંદર કાર્યક્રમ અતિ સુંદર બની ગયો સૌ ભક્તો ગૌ માતાના દર્શન કરી સુંદર ભાવ સાથે રાત્રિના 11:30 વાગે આનંદ સાથે પોતાના ઘર તરફ વિદાય થયેલ


Subscribe to my channel