Gujarat News : લોધિકા તાલુકાના 34 ગામોમાં અનિયમિત વીજ પુરવઠા મુદ્દે ખેડૂતોનો રોષ, PGVCLને આવેદનપત્ર પાઠવાયું

रिपोर्टर मकवाना लालाजीभाई राजकोट गुजरात
રાજકોટ (ગુજરાત): રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના 34 ગામોમાં ખેતી અને જ્યોતિગ્રામ યોજના હેઠળ સમયસર વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓએ PGVCL સમક્ષ આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ખેતી માટે જરૂરી સમયે વીજળી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને સિંચાઈમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, જ્યોતિગ્રામ હેઠળ પણ નિયમિત વીજ પુરવઠો ન મળતા ગ્રામજનોને દૈનિક જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સમસ્યાને લઈને સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. આ રજૂઆત દરમિયાન નરેન્દ્રભાઈ રાઠોડ (મહામંત્રી, રાજકોટ), દિલીપભાઈ વોરા (વોર્ડ-11 પ્રમુખ), દિનેશભાઈ દાફડા (લોધિકા તાલુકા પ્રમુખ), હિતેશભાઈ પટેલ (વિરોધ પક્ષના નેતા, લોધિકા), રાજેશભાઈ પટેલ (સદસ્ય), પ્રવીણભાઈ બગડા (સદસ્ય, ચાંદલી), ભાવેશભાઈ પટેલ, મુકેશભાઈ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ PGVCLને માંગ કરી છે કે ખેતી અને જ્યોતિગ્રામ માટે સમયસર અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ખેડૂતોને હાલાકીનો સામનો ન કરવો પડે.
Subscribe to my channel