ABVP દ્વારા દબાવી અને ખોટી રીતે વિડીયો બનાવવામાં આવ્યો હતો
ABVP દ્વારા દબાવી અને ખોટી રીતે વિડીયો બનાવવામાં આવ્યો હતો
ABVP ના પુર્વ નગર મંત્રીને કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા ડરાવી ધમકાવી ને NSUI માં જોડવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે. વિજયરાઘવ ભાઈ દ્વારા સામેથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે મને NSUIમાં જોડાવું છે તેના અનુસંધાને તેમની અગાઉથી આમંત્રણ આપી મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા અને તે સવારથી સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેની તમામ રેકોર્ડિંગ સર્કિટ હાઉસના કેમેરામાં થયેલી હશે. તેમના દ્વારા મીડિયાના મિત્રોને સંબોધન કરવામાં આવ્યું હતું કે તેઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે તેના કારણે તેઓ આજરોજ NSUI માં જોડાય છે તેની તમામ માહિતી ત્યાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ લીધી હતી. સાંજના abvp દ્વારા તેઓને દબાવવામાં આવ્યા હતા અને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને જબરદસ્તી વિડીયો બનાવવામાં આવ્યો હતો.



Subscribe to my channel