ब्रेकिंग न्यूज़

કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાનેર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાના રાનેર ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો વૃક્ષો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે એ આપણે બધા જાણીએ છીએ અને અત્યારે આપણા ખેતરની અંદર વાડ હોય તો પણ આપણે કાઢી નાખીએ છીએ અને તેમાં મોટા ઝાડ હોય તેને પણ આપણે નીકાળી દઈએ છીએ એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે આને ધ્યાને લઈ કદમ સેવા સમિતિ સમિતિના પ્રમુખ શ્રી કનુભા જાદવ તરફથી રાનેર ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા, થરા માર્કેટયાર્ડ ના ડિરેક્ટર શ્રી ઇશ્વરભાઇ પટેલ નવનિયુક્ત શ્રી બાબુભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ કાંકરેજ ભાજપ મહામંત્રી શ્રી અમરસિંહ સોલંકી કાંકરેજ ભાજપ પ્રમુખશ્રી નટુભાઈ પટેલ અને રાનેર ગામના ઉત્સાહી સરપંચ શ્રી ચતુરજી જાદવ ઉપ સરપંચ શ્રી રઘુભાઈ જોશી આર્મીમેન બળદેવભાઈ જોશી અને રાનેર ગ્રામજનો અને આજુબાજુથી બોહળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી

સૌપ્રથમ રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું અને તેમનું સન્માન શાળાને બાળાઓએ સ્વાગત ગીત સાથે કર્યું હતું તે પછી ગામના આગેવાનો દ્વારા દરેક પધારેલ મહેમાનોનું છાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા

તે પછી શ્રી કિર્તીસિંહજી વાઘેલા સાહેબ શ્રી ભારતસિંહ ભટેસરિયા સાહેબ તથા સામાજિક રાજકીય આગેવાનો શ્રી તથા રાનેર ગ્રામજનો આજુબાજુથી પધારેલ બધા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી આપણા જીવનમાં વૃક્ષોનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતુ

Banaskatha Gujarat News @ Bureau Chief Pravinbhai parmar

Indian Crime News

Related Articles

Back to top button