*આણંદ વડોદરા વચ્ચે ગંભીરા બ્રિજ પર મોટી દુર્ઘટના બાદ કચ્છ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું*

*મુન્દ્રા અને લખપતના જર્જરીત બ્રિજ પર ભારે વાહનો પસાર થવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*
*મુન્દ્રાના બાબિયા અને બરાયા જર્જરીત બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો*
*લખપત કોટેશ્વર રસ્તા આવેલ જર્જરીત કનોજ બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો*
*મુન્દ્રામાં વૈકલ્પિક રસ્તા તરીકે ભુજ માંડવી રસ્તા પર સુખપર ત્રણ રસ્તાથી ધુણઈ થી કોડાય પુલથી પ્રાગપર ચોકડીવાળા રસ્તા ભારે વાહનો અવરજવર કરી શકશે*
*લખપતમાં વૈકલ્પિક રસ્તા તરીકે પ્રાન્ધ્રો વર્માનગર તરફથી લખપત ત્રણ રસ્તા થઈ નારાયણ સરોવર બાજુ આવતા ભારે વાહનો વર્માનગર – સોનલનગર – બાલાપર નરેડી-ગોધાતડ ફાટક- કાટીયા -બુધ્ધા માર્ગથી નલિયા નારાયણ સરોવર નેશનલ હાઈવે મારફતેથી નલિયા-નારાયણ સરોવર રસ્તા પરથી અવર-જવર કરી શકશે*
*માતાના મઢ, દયાપર તરફથી આવતા ભારે વાહનો દોલતપર ત્રણ રસ્તાથી બરંદા થઈ નલિયા-નારાયણ સરોવર નેશનલ હાઈવે પરથી અવર-જવર કરી શકશે*

Subscribe to my channel