ब्रेकिंग न्यूज़

Gujarat News : એ.બી.સ્કૂલનું નામ રાજ્ય કક્ષાએ ઝળક્યું

શાળાની વિદ્યાર્થીની દિત્યાએ સર્જનાત્મક કૃતિમાં સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો

બ્યુરો ચીફ ચિરાગ ભટ્ટ નવસારી ગુજરાત

હાલમાં 10 માર્ચ, 2025 ના રોજ ગાંધીનગર ખાતેના ટાઉનહોલમાં ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ સ્પર્ધા – 2025 યોજાઈ હતી. જેમાં નવસારી એ.બી.સ્કૂલની ધોરણ-8 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિની દિત્યા ચેતનકુમાર પટેલે ભાગ લઈ સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ બાળ પ્રતિભા શોધ સ્પર્ત્ધામાં દિત્યાએ બ – વિભાગમાં “સર્જનાત્મક કારિગરી” માં ભાગ લઈ ઉત્કૃષ્ટ સુંદર કૃતિ તૈયાર કરી હતી. તેણે is સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી માતા – પિતાનું, શાળાનું તેમજ નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

દિત્યાની આ અનેરી સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તેમજ શિક્ષકગણે દિત્યા અને તેના માતા – પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

Indian Crime News

Related Articles

Back to top button