Gujarat News : ૧૦૦. કલાક માં અસામાજિક તત્વો ની યાદી તૈયાર કરી ને. યોગ્ય પગલાં ભરવા ની તૈયારી રાજ્ય પોલીસ વડા શ્રી. વિકાસ સહાય… ખરેખર… અસરકારક પગલાં…. ભરશે….તો….!!!
રિપોર્ટ….. સ્ટેટ ચીફે જાદવ સુભાષ. ગુજરાત
જ્યાં ત્યાં ઉડતી દારૂની બોટલો કોથળીઓ બંધ થશે.. ગુજરાત ની પ્રજા આનંદ નો હોડકાર લેશે. ચારેતરફ ખુશી નો માહોલ સર્જાશે…. જાહેર રોડ રસ્તાઓ પર ચાલતા ભારે તોતિંગ અને લોડીંગ ભરેલા ગેર કાયદેસર ખનિજ માટી રેતી ની ઉડતી ડમરીથી જનતાને રાહત થશે ……
રાજ્ય ભરમાં…. સક્રિય અસમાજિક તત્વો અને તેની ગેંગ ની યાદી તૈયાર કરી ને સોંપવા માટે હુકમ કર્યો છે. આ માટે રાજ્ય ના દરેક શહેરોમાં અને જિલ્લા પોલીસ વડા ને ભવિષ્યમાં માથું નાં ઉંચકે તે માટે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે પણ સુચનો કરવામાં આવ્યાં છે.
નાના અને ગરીબ લોકોને માર ખાવા ગુલામી કરવી પોલિસ ફરીયાદ માટે દિવસો કલાકો બેસી રહેવામાંથી છુટકારો મળશે….
ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી. વિકાસ સહાય અને પોલીસ કમિશનર શ્રી. જી એસ મલિકને આ અંગે જવાબદાર તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે….
રોજેરોજ વધી રહેલા લુખ્ખાતત્ત્વો. નબીરાઓ અને માફિયાનાં ડરથી આજે કોઇ પણ સ્ત્રી ઘરથી નીકળતા થરથર કાંપે છે… આવા કડક કાયદાથી મહિલાઓ વધુ જાગૃત અને નિર્ભય બનશે……
ગુજરાત રાજ્ય માં ધણા શહેરમાં, ધણી જગ્યાઓએ ખોટી રીતે મિલકતો પચાવી પાડવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય પ્રજા ધણી મુશ્કેલી અનુભવી રહીં છે.. પોલીસ વડા એ જે રીતે ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માં આવે છે.તેની વિરોધ કાયૅવાહી કરવામાં આવશે તો….. ગુજરાત ની પ્રજા રાહત નો શ્વાસ લે શે. ચારેતરફ આનંદ ની અનુભૂતિ થશે . યુવતિઓ અને મહિલા ઓ માં ખુશી વ્યાપશે.
ગુજરાત માં મિલકત વિરુદ્ધ ધણા જ ગુનાઓ નોંધાયા છે . પરંતુ અસરકારક કામગીરી થતી નથી. પરંતુ રાજ્ય પોલીસ વડા નાં હુંકાર થી જો પરિવર્તન આવશે તો ગુજરાત ની પ્રજા ખરેખર ખુશી થી ઝૂમી ઉઠશે.
ગુજરાત માં ગેરકાયદેસર દારૂ જુગાર ના અડ્ડાઓ બંધ થશે.
જેથી ગાંધી નાં ગુજરાત માં શાંતિ ની અનુભૂતિ થશે
ગેરકાયદેસર બાંધકામો અટકશે.
નિર્દોષ લોકો ખુશ થશે. સરકારી જમીન ઉપર થતા દબાણો અટકશે,દસ ટકા જેવાં ઉંચા વ્યાજે લેતા તત્વો અટકશે જેથી તેનો ભોગ બનતા લોકો ની આત્મહત્યા અટકશે.
જ્યારે આવાં બધાં સુંદર કાર્યો થશે… ત્યારે ગુજરાત ખરેખર આદર્શ ગુજરાત બનશે. સંવેદનશીલ ગુજરાત બનશે. પ્રગતિશીલ ગુજરાત નું નવ નિર્માણ થશે. શાંત. સરળ. રહેવા લાયક ગુજરાત બનશે. દિકરી ઓ સલામત રહેશે, ચારેતરફ સ્વર્ગ નું નવ નિર્માણ થશે. ભાજપ ની કાર્ય પ્રણાલીકા માં વધારો થશે. ભાજપ ની લોકચાહના વધશે.
જે રીતે ગુજરાત રાજ્ય નાં પોલીસ વડા જાહેરાત કરી છે તે મુજબ નાં અસરકારક પગલાં ભરવામાં આવે તો……! ખૂબ જ સુંદર…અસરકારક. અસરો ઉભી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. ખરેખર ગુજરાત સરકાર આ અંગે જે રીત ની જાહેરાત કરવામાં આવી છે તે રીતનાં અસરકારક પગલાં ભરવામાં આવે તો…..! અહી સવાલ થાય કે સ્થાનિક પોલિસ શું DGP નાં હુકમનું પાલન કરશે….???